• જે માતાને લાકડાની ગાડી ઉપર બેસાડી ભિક્ષા માંગતો એ જ ગાડીને અંતિમવાહીની બનાવી
  • કિલોમીટરો સુધી માતાના મૃતદેહને હાથથી ખેંચી જતા મુકબધીરની વહારે ન આવ્યો એકેય માનવી કે માનવતા
  • અંતે બોરભાઠાના કેટલાક યુવાનોને જાણ થતાં કોવિડ સ્મશાનમાં મૃતદેહ લાવતા સંચાલકોએ આગળ આવી હિન્દૂશાસ્ત્ર મુજબ મુકબધીર (Deaf) પુત્રના હાથે માતાના કરાવ્યા અંતિમ સંસ્કાર

WatchGujarat. કુદરતની કઠોરતા વચ્ચે માનવતા પણ મરી પરવારી હોય તેવા લાચારીના દર્દનાક મંજરના દ્રશ્યો અંકલેશ્વર અને ભરૂચ માર્ગ ઉપરથી સામે આવ્યા હતા. ભિક્ષા માંગી પોતાનો અને માતાના પેટનો ખાડો પૂરતા મુકબધીર પુત્રની માતાનું નિધન થતા લાચાર યુવાને અંકલેશ્વરથી ભરૂચ સુધી જે માતાને હાથ ગાડી ઉપર બેસાડી ભિક્ષા માંગતો હતો તેના ઉપર જ સુવડાવી સ્મશાન માટે કિલોમીટર સુધી નિસહાય અવસ્થામાં અંતિમયાત્રાએ એકલા હાથે જ ઝઝૂમવું પડ્યું હતું.

ગરીબી, લાચારી અને શારીરિક અસક્ષમતામાં પણ એક મુકબધીર યુવાને માતાના મૃતદેહની અંતિમક્રિયા માટે સ્મશાન સુધી એકલા હાથે ખેડેલી સફરના વિડીયોએ કેટલાયના હૃદય હચમચાવી દીધા છે. જોકે આ મુકબધીર યુવાન જ્યારે માતાને ભિક્ષા માંગવાની હાથ ગાડી ઉપર સુવાડી હાથ ગાડી ખેંચતો અંકલેશ્વરથી (Ankleshwar) ભરૂચ (Bharuch) તરફ એક એક ડગ માંડતો હતો ત્યારે તેની લાચારી અને મુકબધીરતાને માર્ગ પરથી પસાર થતા અને નજરે જોનાર હજારો માનવો પણ વાચા આપી નહીં શકી માત્ર મુકપ્રેશક જ બની રહ્યાં હતાં.

અંકલેશ્વરના એક મુકબધીર શ્રમજીવીએ એકલા હાથે જ માતાની અંતિમ યાત્રા કિલોમીટર સુધી કાઢી હતી. મૂકબધિર દીકરાએ પોતાની માતાના અંતિમ સંસ્કાર માટે માતાના મૃતદેહને જાહેર માર્ગ ઉપર એક રસીના સહારે નાનકડી ગડીવાળી ગાડી ઉપર જાહેર માર્ગ ઉપરથી લઇ આવી કોઈ સ્મશાનમા અંતિમ સંસ્કાર કરવા અર્થે આવતા એક સમયે સ્મશાનમાં રહેલા લોકો પણ ભાવુક બની જતા તેઓની આખો ભીની થઇ ગઈ હતી.

જન્મ જાત મુકબધીર શ્રમજીવીની માતા રવિવારે મૃત્યુ પામી હતી. માતાનું મૃત્યુ થતા મૂંગા દિકરા માટે માતાના અંતિમ સંસ્કાર કુદરતની કઠોરતા વચ્ચે કસોટી સમાન બની ગયા હતા. કંઈ બોલી ન શકે કે, કોઈ ને કાઈ કહી પણ ના સકે કેવી રીતે સમજાવે જેવા ઘણા પ્રશ્નો વચ્ચે છેલ્લે એ મુકબધીર પુત્ર એ એકલા હાથે લારી પર માં ને લઈ ને ભીખ માંગતો તે જ લારી પર એકલા હાથે લારી ખેંચી નર્મદા નદી નીચે આવેલ સ્મશાન સુધી લઈ જવા નીકળી પડ્યો હતો.

રસ્તે અનેક લોકો મળ્યા પણ એ કોઈ ને કોઈ ના સમજાવી શક્યો આખરે કોઈ રાહદારી દ્વારા સામાજીક કાર્યકર અને સ્મશાનના સંચાલકને ફોન કરતા તેઓ દોડી આવ્યા હતા. જોકે ત્યાં સુધી ઘણું જ મોડું થઈ ગયું હતું. માતાના શબને હાથ ગાડી ઉપર ખેંચતો ખેંચતો મુકબધીર પુત્ર અંકલેશ્વરથી ભરૂચ કોવિડ સ્મશાન સમીપ કેટલાક કિલોમીટર કાપી ચુક્યો હતો.

અંતે બોરભાઠા ગામના યુવાનોની મદદથી માતાનો મૃતદેહ કોવિડ સ્મશાનમાં લવાયો હતો. જયા કોવિડ સ્મશાનના સંચાલકે તાત્કાલિક મુકબધીર પુત્રની વ્હારે દોડી જઇ લારી અને મૃતદેહને કોવિડ સ્મશાન ખાતે લઈ જઈ મૂંગા પુત્રને સાંત્વના આપી હિન્દુ શાસ્ત્ર પ્રમાણે હિન્દુ રિવાજ મુજબ કફન સામગ્રી મંગાવી મૂંગા પુત્રના હાથે માતાની અગ્નિસંસ્કાર વિધિ કરાવી હતી. મુકબધીર પુત્ર માતાની ચિતા ને અગ્નિદાહ આપી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud