• લીનુ સિંગના પતિ કુલદિપ દિનકર સામે ગુનો નોંધવા દિલ્હી હાઇકોર્ટે કાર્યવાહી ઘરી હોવાનો અહેવાલ #watchgujarat દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો. 

વડોદરા. ગુજરાતના સસ્પેન્ડેડ IAS ડો. ગૌરવ દહિયાને ફસાવવા મામલે લીનું સિંગ દ્વારા અનેક આક્ષેપો કરવામાં આવ્યા હતા. જેના પગલે ડો. ગૌરવ દહિયાને ગુજરાત સરકાર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અગાઉ લીનું સિંગના પતિ કુલદીપ દિનકરે જામીન મેળવવા માટે અરજી કરી હતી, જે સેશન અને હાઇકોર્ટ બન્નેએ તેની જામીન અરજી ફગાવી દીધી હતી. હાઇકોર્ટ સામે મામલાની સુનવણી દરમિયાન કુલદિપ દિનકરે રજૂ કરેલા દસ્તાવેજો બનાવટી હોવાની ઓળખ છતી થઇ હતી. જેના પગલે લીનું સિંગના પતિ કુલદીપ દિનકર સામે હાઇકોર્ટે દિલ્હીના તિલકમાર્ગ પોલીસ સ્ટેશન ખાતે છેતરપીંડીની ફરીયાદ નોંધાવી હતી.

આ મામલે ગૌરવ દહિયાના એડવોકેટ હિતેષ ગુપ્તા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતુ કે, 3 જૂલાઇ 2020ના રોજ લીનુ સીંગનના સેશન્સ કોર્ટે જામીન મંજૂર કર્યા હોવાનો ઓર્ડર કુલદિપ દિનકર દ્વારા દિલ્હી હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ઓર્ડર બાબતે તપાસ થતા જાણવા મળ્યું હતુ કે, જે સેશન્સ જજનો ઓર્ડર રજૂ કરાયો હતો તે જજ એ દિવસે ફરજ પર જ નહોતા અને તે દિવસે આવી કોઇ કાર્યવાહી સેશન્સ કોર્ટમાં થઇ જ નથી. વધુ વિગતોમાં લીનુ સિંગ અને કુલદિપ દિનકરના જે લગ્ન થયા હતા તે હિન્દુ રીતી રિવાજ પ્રમાણે થયા હતા અને હાઇકોર્ટના રેકોર્ડ પર બન્નેનું તલાકનામુ રજૂ થયું હતુ. હાઇકોર્ટમાં એ બાબતે પણ રજૂઆત થઇ હતી કે લીનુ સિંગ અને કુલિદપ દિનકર હિન્દુ હોવા છતાં બનાવટી તલાકનામુ ઉભુ કરવામાં આવ્યું છે. આમ બે દસ્તાવેજો પ્રથમદર્શનીય રીતે બનાવટી હોવાનુ ખુલ્યુ હતું.

વધુમાં તેઓએ જણાવ્યું કે, લીનુ સિંગના પતિ કુલદિપ દિનકરે કરેલા ગંભીર ગુનાની હાઇકોર્ટ દ્વારા નોંધ લેવામાં છે. પ્રથમ વખત બન્યુ હશે કે ફરીયાદી તરીકે દિલ્હી હાઇકોર્ટનુ નામ આવ્યું હોય, આ પ્રકારના ગુના ન્યાય પ્રણાલી માટે ખૂબ જ ગંભીર કહીં શકાય અને જે આરોપીઓ આવી માનસિકતા ધરાવતી હોય તે લોકોએ જે તે સમયે ડો. ગૌરવ દહિયા સાથે ગુનો આચરવા માટે કયા હદ સુધી ગયા હશે તે આ કૃત્ય પરથી સ્પષ્ટ થાય છે.

એડવોકેટ હિતેષ ગુપ્તાએ એમ પણ જણવ્યું હતુ કે, ડો. ગૌરવ દહિયા મામલે પોલીસ તપાસ દરમિયાન ગુજરાત સરકારના હેલ્થ ડેપાર્મેન્ટના એડીશનલ ડાયરેકટર વિધ્વાનસિંગ દુરવેની કથિત સંડોવણી જણાતા પુછપરછ કરવામાં આવી હતી. જે રીતે આ અધિકારીનુ નામ આવ્યું છે, તો શુ કોઇ અન્ય સરકારી અધિકારીની પણ ડો. ગૌરવ દહિયા સામે ગુનાહિત કાવતરૂ રચવામાં સંડોવણી છે કે કેમ તે તરફ પણ તપાસનો દોર ચાલી રહ્યો છે અને દિલ્હી પોલીસ દ્વારા હાલના તબક્કે કોલ ડીટેઇલ્સ આધારે એ બાબતની પણ તપાસ કરવામાં આવી રહીં છે કે, ડો. ગૌરવ દહિયાને સસ્પેન્ડ કરાવવા પાછળ લીનુ સિંગને હાથુ બનાવીને કોઇ એક ચોક્કસ IAS અધિકારી દ્વારા આ ગુનાહિત કૃત્યમાં ભાગ ભજવવામાં આવ્યું છે કે કેમ? આવનાર સમયમાં દિલ્હી પોલીસની તપાસથી ઘણાં સ્ફોટક તથ્યો પ્રકાશિત થાય તેમ હોવાનું જાણકારોનું માનવું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud