• આણંદ એ.સી.બીએ વાસદ પાસેથી કરી ત્રણેયની ધરપકડ
  • હોળીની ઉજવણી કરવા માટે ત્રણેય કાઠીયાવાડથી દાહોદ વતનમાં જઇ રહ્યાં હતા.
  • દેવગઢબારીયા જેલમાંથી 13 ખુંખાર આરોપીઓને ભગાડનાર માસ્ટર માઇન્ડ છે.
  • હત્યા, ચોરી અને લૂંટ જેવા ગંભીર 66 ગુનાઓમાં સંડોવાયેલા છે ત્રણેય
  • દેવગઢબારીયા જેલમાંથી 13 ખુંખાર આરોપીઓને ભગાડવા પાછળ કિશન સંગોડનુ માસ્ટર માઇન્ડ

WatchGujarat દેવગઢબારીયા સબજેલમાંથી કાચા કામના 13 ખુંખાર આરોપીઓ રાતો રાત ફરાર થવાની ઘટનાએ રાજ્ય ભરમાં ચકચારી મચી દીધી હતી. જેલની દિવાલો કૂદી આરોપીઓ ફરાર થઇ જતા જેલ સત્તાધીશો અને રાજ્યના પોલીસે વડાએ બેદરકારી દાખવનાર પોલીસ કર્મીઓને તાત્કાલીક સસ્પેન્ડ કરી દીધી હતી. પરંતુ એક સામટા 13 કેદીઓને ભગી જતા પોલીસ તેમની શોધખોળમાં દોડતી થઇ હતી. તેવામાં આ સમગ્ર કાંડ પાછળ એક વ્યક્તિની સંડોવણી બહાર આવી હતી. જેની ચોક્કસ બાતમી મળતા આણંદ એલ.સી.બીએ વાસદથી ઝડપી પાડ્યો છે.

આ ઘટના છે, 30 એપ્રિલ 2020 રાતની દાહોદના ધાનપુરા તાલુકામાં રહેતો કિશન ઉર્ફે અબરૂભાઇ સંગોડ હત્યા, ચોરી, લૂંટ જેવા અસંખ્ય ગુનાઓને અંજામ આપી ચુક્યો છે. કિશનના ગામમાં રહેતો લસુ દેવગઢબારીયા જેલમાં કાચા કામના કેદી તરીકે જેલવાસ ભોગવી રહ્યો હતો. કોરોના કાળમાં કોર્ટ બંધ હોવાથી લસુ અને તેના સાગરીતોને જેલની બહાર નિકળવા મળતુ ન હતુ. તેવામાં એક દિવસ જેલમાં રહેલા રામસિંગના ફોનથી લસુએ કિશન સાથે વાત કરી હતી. જેમાં તેણે કિશનને જણાવ્યું કે, લોકડાઉનના લીધે જેલની કોર્ટમાં તારીખે જવાતુ નથી એટલે જેલમાં ને જેલમાં હું, ગબી તથા રાકેશ બધા કંટાળી ગયા છે.

લસુની વાત સાંભળતા જ કિશનના શેતાની દિમાગમાં વિચારો શરૂ થયા અને તેણે કહ્યું તમે બધા જેલની બેરેકનુ તાળુ તોડી બહાર આવી શકો તો હું અને રામસિંગ રસ્સો (દોરડુ) લઇને તમને બહારથી મદદ કરીએ. (લસુ અને કિશન વચ્ચે આ વાતચિત એક ઘટનાના એક દિવસ અગાઉ થઇ હતી. વાત થયાના બીજા જ દિવસે 13 કેદીઓ જલેમાંથી ભાગી છુટવામાં સફળ રહ્યાં હતા. )

લસુ અને તેના સાગરીતોને બહાર કાઢવા માટે કિશને પ્લાન ઘડી કાઢ્યો હતો. જેલની ઊંચી દિવાલો પાર કરાવા માટે કિશનને દોરડાની જરૂર હતી. જેથી તેણે દેવગઢ બારીયાથી 70 મીટર લાંબુ દોરડુ ખરીદ્યુ અને ગત તા. 30 એપ્રિલ 2020ની મોડી રાત કિશન દોરડુ લઇ દેવગઢબારીયા સબજેલની એક દિવાલ નજીક પહોંચી ગયો હતો. ચોક્કસ જગ્યાએ પહોંચ્યાં બાદ કિશને જેલમાં રહેલા લસુ સાથે ફોન પર વાત કરી લોકેશન આપ્યું, જે મૂજબ લસુ અને તેની સાથે 13 આરોપીઓ બેરેકના તાળા તોડી જેલની દિવાલ નજીક પહોંચી ગયા હતા.

લસુ અને તેના સાગરીતોને જેલની દિવાલ કૂદાવવા માટે કિશને ખરીદેલા દોરડાના થોડા થોડા અંતરે ગાંઠો મારી દીધી હતી. જેથી સહેલાઇથી દોરડુ પકડી ચઢી શકાય. મોડી રાત્રે કિશન જેલના વરંડાને અડીને કુંડીની દિવાલ થઇ જેલના કોટ ઉપર રસ્સો (દોરડુ) લઇ ચડી ગયો હતો. દોરડાનો એક છેડો જેલની અંદર નાખી લોખંડની એંગલ સાથે બાંધી લસુ સહિત 13 આરોપીઓને કિશને જેલની દિવાલ કૂદાવી ભગાડી ગયો હતો.

આ ઘટના બાદ કિશન તેના સાગરીતો સાથે ફરાર થઇ ગયો હતો. પોલીસ તપાસમાં માસ્ટર માઇન્ડ કિશનનુ નામ ખુલતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી. તેવામાં આણંદ એલ.સી.બીના હેડ કોન્સ્ટેબલ દેવેન્દ્રિસંગ દિલીપસિંહ તથા જાલમસિંહ બાબરભાઇને ઉપરોક્ત ઘટનાના માસ્ટર માઇન્ડ કિશનની અંગે ચોક્કસ બાતમી મળી હતી કે, કિશન તેના સાગરીતો સાથે કાઠીયાવાડથી તેના વતન દાહોદ હોળી કરવા માટે જઇ રહ્યો છે. જેથી આણંદ એલ.સી.બીની ટીમ વાસદ બસ સ્ટેન્ડ નજીક વોચમાં ગોઠવાઇ ગઇ હતી. જ્યાં તારાપુર તરફથી આવેલી રિક્ષામાંથી ઉતરતાની સાથે કિશન ઉર્ફે કેશન અબરૂભાઇ સંગોડ, માંજુ હીમાભાઇ ભાંભોર અને મનુ મસુલાભાઇ મોહનીયાને ઝડપી પાડવામાં આવ્યાં હતા.

પોલીસે ત્રણેયની પુછપરછ કરતા તેમણે હત્યા, ચોરી, ધાડ-લૂંટ જેવા 66 જેટલા ગુનાઓને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી.

 

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud