નાકની નીચે માસ્ક ઊતરી ગયું હશે તો પણ પોલીસ 1 હજારનો દંડ લેશે;
DGP આશિષ'ભાટિયાએ તમામ શહેરોના પોલીસ કમિશ્નરો અને જિલ્લાના પોલીસ વડાને પત્ર લખ્યો
WatchGujarat રાજ્યમાં ચૂંટણીબાદ કોરોનાના કેસોમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. જાણે કોરોને ફરી પોતાનો કહેર વરસાવ્યો હોય તેમ કેસો સામે આવી રહ્યા છે. એક તરફ કોરોનાના લક્ષણો બદલાયા છે, તો બીજી તરફ ઘણા ખરા કેસોમાં કોઈ પણ લક્ષણો જોવા મળ્યા નથી. ત્યારે હવે લોકોએ માસ્ક અને રસીકરણથી જ પોતાને સુરક્ષિત રાખવા પડે તેવી સ્થતિ સર્જાય છે.
દરમિયાન રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ રવિવારથી ગુજરાતમાં માસ્ક નહીં પહેરનારાં લોકો વિરુદ્ધ દંડની કવાયત તેજ કરવા માટે તમામ પોલિસ અધિકારીઓને આદેશ કર્યો છે. તેમણે તમામ શહેરોના પોલીસ કમિશ્નરો અને જિલ્લાના પોલીસ વડાઓને પત્ર લખીને લોકો ફરજિયાત માસ્ક પહેરે તે જોવા માટે કડક નિયમોનું પાલન કરાવવા માટે સખત શબ્દોમાં નિર્દેશ આપ્યો છે.
ગુજરાતમાં રવિવારથી માસ્ક નહીં પહેરનારાં લોકો વિરુદ્ધ દંડની કવાયત તેજ કરવા માટે રાજ્યના પોલિસ વડા આશિષ ભાટીયાએ તમામ પોલિસ અધિકારી કર્મચારીને આદેશ કર્યો છે. તેમણે તમામ શહેરોના પોલીસ કમિશ્નરો અને જિલ્લાના પોલીસ વડાને પત્ર લખીને લોકો ફરજિયાત માસ્ક પહેરે તે જોવા માટે કડક નિયમોનું પાલન કરાવવા માટે સખત શબ્દોમાં જણાવ્યું છે. આ માટે શહેરો, નગરો અને મોટા રસ્તાઓ પર ઝુંબેશ ચલાવીને માસ્ક નહીં પહેરનારાં કે મોં-નાક ખુલ્લું રહે તે રીતે માસ્ક પહેરનારાં લોકો વિરુદ્ધ કડક હાથે કામ લઇ 1 હજાર દંડની વસૂલાત કરવા જણાવ્યું છે.
આ માટે કોઇપણ વ્યક્તિ સામે નરમાશથી નહીં વર્તીને તેમની સામે આકરું વલણ અપનાવવા કહેવાયું છે. પોલીસ વડાએ વધુમાં કહ્યું કે, કોરોના સંક્રમણનો વ્યાપ અટકાવવા સૌ નાગરિકોની આરોગ્ય રક્ષા માટે માસ્ક અનિવાર્ય હોઇ, લોકો ફરજિયાત માસ્ક પહેરે તે માટે તાત્કાલિક ઝુંબેશ હાથ ધરવી.