• રાજ્યમાંથી ફરી વખત ડ્રગ્સનો મોટો જથ્થો પકડાયો
  • ATS,LCB અને SOGએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી રાજસ્થાનના એક શખ્સની ધરપકડ કરી 66 કિલો ડ્રગ્સ કબજે કર્યું
  • ખંભાળીયા નજીકથી પોલીસે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું
  • ગુજરાત બની રહ્યું છે ડ્રગ્સનુ એપી સેન્ટર
  • મુંદ્રા બાદ દ્વારકામાંથી અંદાજીત 350 કરોડનુ ડ્રગ્સ ઝપાયુ

WatchGujarat. ફરી એક વખત દરિયાઇ માર્ગે ગુજરાતમાં ડ્રગ્સનો જથ્થો ઘુસાડવાનુ ષડયંત્ર ઝડપાયુ છે. ગુજરાત જાણે ડ્રગ્સનુ મુખ્ય કેન્દ્ર બની રહ્યું હોય એમ એક બાદ કરોડોના ડ્રગ્સનો જથ્થો ઝડપાઇ રહ્યો છે. મુંદ્રા પોર્ટ પર પકડાયેલા હજારો કરોડના ડ્રગ્સના જથ્થા બાદ ફરી એક વખત દેવભૂમિ દ્વારકાના આરાધનાધામ પાસેથી કારમાંથી પોલીસે 66 કિલો ગ્રામ ડ્રગ્સ ઝડપી પાડ્યું છે, જેની અંદાજીત કિંમત 300થી 350 કરોડ હોવાનુ માનવામાં આવી રહ્યું છે.

રાજ્ય સરકાર મીશન ક્લિનની વાતો કરી રહીં છે, ત્યારે ગુજરાતમાં ડ્રગ્સની માગ વધી હોય તેવુ દેખાઇ રહ્યું છે. ગુજરાતમાં દરિયાઇ માર્ગે ડ્રગ્સનો જથ્થો ઘુસાડવાની પ્રવૃત્તિઓ હજી પણ ચાલી રહ્યો હોય તેવુ દેખાઇ રહ્યું છે. મુંદ્રા પોર્ટ પરથી કરોડો રૂપિયાનુ ડ્રગ્સ ઝડપાયા બાદ પોલીસ અને મરીન પોલીસે સુરક્ષામાં વધારો કર્યો હતો. છતાંય દરિયાઇ માર્ગે ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાનુ ષડયંત્ર ચાલી રહ્યું છે.

તેવામાં દ્વારકાના આરાધનાધામ પાસેથી કારમાંથી પોલીસે 66 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે હાલ તમામ દિશાઓ પર આ મામલે તપાસ કરી રહીં છે. ડ્રગ્સનો કરોડોનો જથ્થો દરિયાઇ માર્ગે ક્યાંથી અને કેવી રીતે ગુજરાતમાં લાવવામાં આવ્યો તેવા તમામ મુદ્દાઓની તપાસ પોલીસે હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, થોડાય સમય પહેલા જ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સ મામલે મોટુ નિવેદન આપતા કહ્યું હતુ કે, હવે ડ્રગ્સ અને દારૂબંધીમાં કોઇ કચાશ નહીં ચાલે અને કડકાઇથી કામ કરવામાં આવશે, ગૃહમંત્રીના આ નિવેદન બાદ તેનો કેટલો અમલ થઇ રહ્યો છે, તે આપણે જોઇ રહ્યાં છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud