• સુરત ખાતે જમીન લે વેચનો વ્યવસાય કરતા વેપારી સાથે નિરવ જેબલીયાએ નર્મદા ખાતે રેતીની લીઝ અને ભુજ ખાતે મીઠા ઉત્પાદનની મંજુર અપાવવા રૂ. 60 લાખ માગ્યા હતા.
  • ફોનમાં મિનિસ્ટરના નંબરો બતાવી ગુજરાતના કોઇ પણ મિનિસ્ટર અને રાજ્યપાલ સાથે સિધી વાત કરતો હોવાનો વેપારીને વિશ્વાસ અપાવ્યો
  • નર્મદામાં રેતીની લીઝ અને ભુજમાં મીઠાના ઉત્પાદનની મંજુરી માટે રૂ. 80 માગ્યા બાદ રૂ. 60 લાખમાં ડીલ ફાઇનલ કરી
  • એડવાન્સ પેટે રૂ. 40 લાખ અને કામ પત્યા બાદ બાકીના રૂ. 20 લાખ આપવાની વાત કરવામાં આવી હતી.
  • સુરતના વેપારીએ રૂ. 40 લાખ ચુકવ્યા છતાં કામ ન થતાં નિરવ જેબલીયાએ ગુજરાત એગ્રો ઇન્સટ્રીઝના ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક કરાઇ હોવાનુ ખોટુ પ્રમાણ પત્ર પધરાવી દીધું.
  • વેપારીએ ચુંકવેલા રૂ. 40 લાખ પરત માગતા નિરવ જેબલીયાએ AXIS બેન્કના બંધ એકાઉન્ટના રૂ. 20-20 લાખના બે ચેક વેપારીને આપ્યાં
નિવૃત આઇ.જીના પુત્ર નિરવ જેબલીયાની તસ્વીર)

WatchGujarat. સુરત શહેરના સરથાણા જકાતનાકા પાસે રહેતા અને જમીન લે વેચ સહિત કન્સટ્રક્શનનો વ્યવસાય કરતા વેપારીને ગુજરાતના પૂર્વ IPS ના ઠગબાજ પુત્રએ રૂ. 40 લાખનો ચુનો ચોપડતા ક્રાઇમ બ્રાન્ચમાં ફરીયાદ નોંધાઇ હતી. પૂર્વ IPS ના પુત્રએ ગુજરાતના મિનિસ્ટરો સાથે ઘરોબો હોવાથી અનેક અધિકારીઓની બદલી કરાવી અને મિનિસ્ટરો સહિત સરકારના સચિવ અને રાજ્યપાલ સાથે સિધી ફોન પર વાત કરતો હોવાનો વિશ્વાસ અપાવી સુરતના વેપારીને રૂ. 40 લાખનો ચુનો ચોપડતા ક્રાઇમ બ્રાન્ચે આ મામલે ગુનો નોંધી નિરવ જેબલીયાની શોધખોળ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે, સુરતના સરથાણા જકાતના પાસે રહેતા ગેપાલ વ્રજલાલ રાદડીયા જમીન-મકાન લે વેચ અને કન્સટ્ર્ક્શન અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. થોડા સમય પહેલા ગોપાલભાઇ કામ અર્થે ગાંધીનગર ઉધ્યોગ ભવન ખાતે ગયા હતા. જ્યાં તેમની મુલાકાત તેમના વ્યવસાય સાથે સંકળાયેલા તેમના મિત્ર મુકેશભાઇ બોધરા સાથે થઇ હતી. દરમિયાન મુકેશ બોધરાએ જણાવ્યું હતુ કે, હું એક એવા વ્યક્તિને ઓળખુ છું, જે સરકારમાંથી ઘણા કામો કરાવી શકે છે. જેથી ગોપાલભાઇએ નર્મદા નદીમાં રેતી લીઝ અને ભુજ ખાતે મીઠા ઉતપાદનની મંજુરી માટે વાત કરી હતી. જેથી મહેશ બોધરા વર્ષ 2019માં સરથાણા સ્થિત ગોપાલભાઇની ઓફીસે પૂર્વ IPS અધિકારીના પુત્ર નિરવ બાવકુભાઇ જેબલીયા (રહે.  વૈભવલક્ષ્મી, નારણપુરા, અમદાવાદ)ને લઇને કામ અર્થે મળવા માટે આવ્યો હતો.

જ્યાં તેણે પોતાનો સરકાર અને મિનિસ્ટરોમાં વગ હોવાનો ગોપાલભાઇને વિશ્વાસ અપાવ્યો હતો. જેમાં નિરવ જેબલીયાએ પોતાના મોબાઇલમાં રહેલા કેટલાક અધિકારીઓના ટ્રાન્સફર ઓર્ડર તેમજ મિનિસ્ટરોના મોબાઇલ નંબર અને સિધી રાજ્યાપાલ સાથે વાત કરી શકતો હોવાનો વિશ્વાસ અપાવ્યો હતો. તેમજ ઠગ નિરવ જેબલીયાએ સરકારના સચિવ કે, કૈલાશનાથન ના અંગત અને વિશ્વાસુ હોવાનુ વાર્તા કરી હતી. જેથી ઠગબાજની વાતોથી પ્રભાવિત થઇ ગોપલાભાઇએ નર્મદા નદીમાં રેતીની લીઝ અને ભુજ ખાતે મીઠાના ઉત્પાદન અંગેની મંજુરી માટે વાત સરકારમાં વ્યવહાર પેટે રૂ. 80 લાખની નિરવે વાત કરી હતી.

રૂ. 8- લાખના વ્યવહાર અંગે ગોપાલભાઇ અને નિરવ વચ્ચે વાત થતાં આખરે રૂ. 60 લાખમાં નિરવે ડીલ ફાઇન્લ કરી અને એડવાન્સ પેટે રૂ. 40 માગ્યા હતા. જેથી ગોપાલભાઇએ વિશ્વાસમાં આવી રૂ. 20 લાખ તેમની ઓફીસમાં અને બાકીની રૂ. 20 લાખની રકમ ટુકડે ટુકડે આપી હતી. પરંતુ સમય વિતિ ગયો છતાં ગોપાલભાઇને કોઇ પરિણામ ન મળતા તેમને નિરવને ફોન કરી વાત કરી હતી. જેથી નિરવે તમારી ફાઇલ કલેકટરમાં છે અને ત્યારબાદ ફોન કરતા તમારી ફાઇલ સરકારમાં પહોંચી ગઇ છે તેમ જણાવ્યું હતુ.

સમય વિત્તાની સાથે ગોપાલભાઇને શંકાને જતા તેમણે કામ અર્થે આપેલા રૂ. 40 લાખ નિરવ પાસે પરત માંગતા તેણે જણાવ્યું કે. તમે ચિંતાના કરશો તમારૂ કામ થઇ જશે, ગુજરાત એગ્રો ઇન્સટ્રીઝના ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક કરાવી દીધી છે, લેટરમાં દર્શાવેલી તરીખ અનુસાર તમે ગાંધીનગર પહોંચી તમારા જરૂરી ડોક્યુમેન્ટ જમા કરાવી દેજો. જેથી ગોપાલભાઇ ગત તા. 28 જાન્યુઆરી 2020ના રોજ ગુજકાત કૃષિ વિભાગના નાયબ નિયામની કચેરીએ દસ્તાવેજો જમા કરાવવા પહોંચતા, ત્યાં હાજર અધિકારી એ .એચ પટેલે જણાવ્યું કે, કૃષિ  વિભાગ તરીફથી આવી કોઇ નિમંણૂક કરવામાં આવતી નથી, નાતો આવી નિમંણૂક કરવાનો અધિકારી છે અને પ્રમાણમત્રમાં કરાયેલી સહી પણ ખોટી છે, તમારી સાથે કોઇએ છેતરપીંડી થઇ છે.

અધિકારીના આ વાત સાંભળતા ગોપાલભાઇ ચોંકી ઉઠ્યાં હતા. જેથી તેમણે તાત્કાલીક ઠગ નિરવ જેબલીયાને ફોન કરી વાત કરતા, કૃષિ વિભાગના ગુજરાત એગ્રો ઇન્સટ્રીઝના ઉપાધ્યક્ષનો પ્રમાણપત્ર ખોટો નહિં પણ સાચો હોવાનુ રટણ કરવામાં આવ્યું હતુ. પરંતુ આ સમયે ગોપાલભાઇએ નિરવની વાત પર વિશ્વાસ કર્યા વિના તેણે કામ અર્થે ચુંકવેલા રૂ. 40 લાખ પરત માગ્યા હતા. જેથી નિરવે બંધ થઇ ગયેલા બેન્ક એકાઉન્ટના રૂ. 20-20 લાખના બે ચેક આપી 2 દિવસમાં રકમ પરત કરી દેવાનુ જણાવ્યું હતુ. તેમજ ખાતરી માટે હાથ ઉછીના રૂ. 40 લાખ લીધા હોવાનુ નોટરી વાળુ લખાણ પણ નિરવે કરી આપ્યું હતુ.

જોકે સમયસર રૂપિયા ન મળતા ગોપાલભાઇએ ચેક બેન્કમાં જમા કરાવતા એકસ્સી બેન્કના બપંધ ખાતાને ચેક નિરવે જેબલીયાએ આપ્યાં હોવાનુ જાણવા મળ્યું હતુ. જેથી આ મામલે ગોપાલભાઇએ ક્રાઇમ બ્રાન્ચમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આ મામલે છેતરપીંડી, વિશ્વાઘાત સહિતની કલોમોનો ઉમેરો કરી ગુજરાતના પૂર્વ IPS અધિકારીના પુત્ર નિરવ જેબલીયા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud