ભારતની ખુફીયા માહિતી પાકિસ્તાનને આપતો હતો અનસ ગતિલેતી
એક્સ આર્મીમેનના ખાતામાં રૂપિયા જમા કરાવતો હતો અનસ
ઉત્તર પ્રદેશ ATS અને પંચમહાલ SOG દ્વારા સંયુક્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યું
WatchGujarat ભારતની સેના જાસુસી પ્રકરણમાં ગત સપ્ટેમ્બર માસમાં ગોધરાના ઇમરાન ગિતેલીની એન.આઇ.એ ધરપકડ કરી હતી. જાસુસી કાંડની તપાસ ચાલી રહીં છે ત્યારે ઇમરાનના નાના ભાઇ અનસની પણ સંડોવણી બહાર આવી હતી. ઉત્તર પ્રદેશ ATS અને પંચમહાલ એસ.ઓ.જી (SOG) દ્વારા ગુપ્ત રાહે સમગ્ર ઓપરેશન પાર પાડી અનસની તેના ઘરમાંથી જ ધરપકડ કરવામાં આવી હતી.
[caption id="attachment_213338" align="aligncenter" width="1024"] ઇમરાન ગિતેલીની ફાઇલ તસ્વીર, ગત સપ્ટેમ્બરમાં NIA દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.[/caption]
ભારતની ગુપ્ત માહિતી પાકિસ્તાનને આપવમાં આવતી હોવાની વિગતો દેશની સુરક્ષા એજન્સીઓના હાથે લાગી હતી. જેમાં નેવીની ગુપ્ત માહિતીઓ પાકિસ્તાન પહોંચાડવાના પ્રકરણમાં જાસુસ ઇમરાન ગિતેલીની NIA દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જોકે આ મામલે હજી તો તપાસ ચાલી રહીં છે ત્યારે જાસુસી કાંડમાં ઇમરાનના ભાઇ અનસ ગિતેલીનુ નામ પણ ખુલ્યું હતુ.
ગોધરા ખાતે રહેતા અનસ ગિતેલીનુ નામ ખુલતાની સાથે સુરક્ષા એજન્સી સર્તક થઇ હતી. અનસને ઝડપી પાડવા માટે ખાસ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ. જેમાં ઉત્તર પ્રદેશ ATSની ટીમ ગોધરા ખાતે પહોંચી હતી. જ્યાં પંચમહાલ એસ.ઓ.જીની મદદથી અનસ ગિતેલીની તેના ઘરમાંથી જ ઝડપી પાડવમાં આવ્યો હતો.
ગોધરાના વાલી ફળીયામાં નં-3માં રહેતા અનસ ગિતેલીને ઝડપી પાડ્યા બાદ ટ્રાન્ઝિસ્ટ રિમાન્ટ મેળવી ઉત્તર પ્રદેશ ATS દ્વારા લખનઉ ખાતે લઇ જવામાં આવોય છે. અનસ ગિતેલીએ એક્સ આર્મીમેનના બેન્ક ખાતામાં હવાલાના નાણા જમા કરાવ્યા હોવાનુ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. અનસના મોટા ભાઇ ઇમરાનની ગત સપ્ટેમ્બરમાં NIA દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. અનસનો ભાઇ ઇમરના પણ પાકિસ્તાનને ભારતીય નેવીની ગુપ્ત માહિતી આપવાના કૌભાંડમાં સંડોવાયેલો છે.
More #Godhra #pakistan #imran giteli #arrest #NIA #brother #anas #arrested #uttar pradesh #ATS #Watchgujarat