• લોકડાઉન દરમિયાન કેટલાક લોકો પાકિસ્તાનમાં ફસાયા હતા, જેમની મદદ ઇમરાને કરી હતી.   
  • ઇમરાન ગિતેલીના કરાચીમાં સબંધીઓ રહેતા હોવાનુ જાણવા મળી રહ્યું છે.
  • ઇમરાન પાસે મોટી રકમ આવી અને તેમે નેવીના કેટલાક ઓફીસરોને ટ્રાન્સફર કરી હતી.
  • ઇમરાનના વોટ્સઅપ ચેટ અને બીજી એપ્લીકેશનમાંથી ચોંકવાનારી વિગતો મળી
  • ગોધરા એસઓજી અને લોકલ પોલીસ બી-ડીવીઝને એનઆઇએને સાથે રાખી પુલન બજાર નજીક વાલી ફળીયામાંથી ઇમરાન ગિતેલીને દબોચી લીધો.
  • NIAએ ઇમરાન પાસેતી મહત્વના દસ્તાવેજો કબજે કરી તપાસ અર્થે હૈદરાબાદ લઇ જવાયો હોવાનુ જાણવા મળી રહ્યું છે.

#watchgujarat. વિશાખાપટ્ટમ જાસૂસી કેસમાં ગોધરાન ગિતેલી ઇમરાનની એનઆઈએ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સોમવારે દેશની અગ્રણી તપાસ સંસ્થા નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા વિશાખાપટ્ટનમ ખાતે ઇન્ડિયન નેવી અને સબમરીનની અત્યંત સંવેદનશીલ માહિતી જાસૂસી દ્વારા એકઠી કરીને પાકિસ્તાનના આઈએસઆઈ સુધી પહોંચાડવામાં કડીરૂપ ભૂમિકા ભજવતા મૂળ ગોધરા પંચમહાલ ના 37 વર્ષીય ગિતેલી ઇમરાનની ધરપકડ કરવામાં આવી હતી.

એનઆઇએ આ મામલે જણાવ્યું હતુ કે, ભારતની નેવી શીપ સબમરીન તથા ડિફેન્સના મહત્વની જગ્યાઓની જાસૂસી દ્વારા માહિતી એકઠી કરવા માટે પાકિસ્તાનના આઈએસઆઈ દ્વારા આંતરરાષ્ટ્રીય જાસૂસી ષડયંત્ર રચવામાં આવ્યું હતું. જેમાં પંચમહાલ ગોધરા ખાતે પુલન બજાર નજીક વાલી ફળીયામાં રહેતો અને રિક્ષા ચલાવતા ગિતેલી ઇમરાનની સંડોવણી બહાર આવી હતી. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન દ્વારા રચવામાં આવેલા આંતરરાષ્ટ્રીય જાસૂસી ષડયંત્રમાં ભારતના કેટલાક નેવી અધિકારીઓ સોશિયલ મીડિયા માધ્યમ ફેસબુક અને વોટ્સઅપ થકી પાકિસ્તાની ષડયંત્રકારના સંપર્કમાં આવ્યા હતા.

દેશની સુરક્ષા માટે અત્યંત મહત્વની ગણાતી એવી વિગતો પૈસાની લાલચમાં પાકિસ્તાનના આઈએસઆઈને આપવામાં આવી હતી. જેના બદલામાં પાકિસ્તાન સાથે સંકળાયેલા માણસો દ્વારા ભારતીય એસોસીયેટ બેન્ક એકાઉન્ટ થકી તેમને પૈસા પહોંચાડવામાં આવ્યા હતા. આ મામલે ૧૫ સપ્ટેમ્બરના રોજ એનઆઈએ દ્વારા 14 લોકો સામે ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય જાસૂસી પાકિસ્તાન દ્વારા પ્રેરિત આંતરરાષ્ટ્રીય જાસૂસી ષડયંત્રમાં ગિતેલી ઇમરાન અત્યંત મહત્વની ભૂમિકા સામે આવી હતી. ગિતેલી ઇમરાન રિક્ષા ચલાવવાની સાથે કપડાનો વેપાર પણ કરતો હોવાનુ સામે આવ્યું છે. જેમાં તે પાકિસ્તાન સાથે કપડાના વેપારમાં સંકળાયેલો હોવાનું મુખોટો ધારણ કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ પાકિસ્તાની જાસૂસો દ્વારા તેમના કામ પાર પાડવા માટે ગિતેલી ઇમરાનનો ઉપયોગ કરવામાં આવતો હતો. ઇમરાન પાકિસ્તાનમાં બેઠેલા આકાઓના દિશા નિર્દેશ અનુસાર ભારતીય નેવીના અધિકારીઓના ખાતામાં અત્યંત મહત્વની માહિતીની અવેજમાં પૈસા બેંક એકાઉન્ટમાં જમા કરાવતો હતો ઇમરાન ગિતેલીના ઘરે એનઆઈએની સર્ચ દરમિયાન અત્યંત મહત્વના દસ્તાવેજો પકડી પાડવામાં આવ્યા હતા અને એનઆઈએ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ઇમરાન ગિતેલી પાસેના મોબાઇલ ફોનમાંથી વોટ્સઅપ અને અન્ય એપ્લીકેશનમાં નેવીના અધિકારીઓના બેન્ક ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાયા હોવાની વિગતો પણ એનઆઇએને સાપડી હોવાનુન જાણવા મળી રહ્યું છે. તેમજ લોકડાઉનના સમયે પાકિસ્તાનમાં ફસાયેલા કેટલાક ભરાતીયોને ઇમરાને રૂપિયાની મદદ કરી હોવાની પણ જાણવા મળી રહ્યું છે. જેથી તેમના પણ બેન્ક ખાતાની એનાઇએ દ્વારા તપાસમાં કરવામાં આવે તેવી શક્યતા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud