આ ઘટના બાદ ગોંડલ સબજેલના જેલર ડી.કે પરમારની તાત્કાલીક અસરથી રાજપીપળા જેલમાં બદલી કરાઇ
રાજપીપળા જેલના જેલર એમ.એલ ગમારને ડોંજલ જેલનો હવાલો સોંપાયો
રાત્રીના સમયે કાચા કામના 5 કેદીઓ બહારની 6 વ્યક્તિઓ સાથે જેલના કોન્ફરન્સ રૂમ નજીક ભોજનની મજા માણી રહ્યાં હતા.
જેલ વડાની ચેકીંગ સ્ક્વોડ ત્રાટકતા નાસભાગ મચી અને બહારની 6 વ્યક્તિઓને ભગાડી દેવામાં આવી
જેલના મુખ્ય ગેટ પરના અમલદારે દરવાજો ખોલી બહારની વ્યક્તિઓની ભગાડી
પોલીસે જેલમાંથી 5 મોબાઇલ ફોન સહીત રોકડ રકમ કબજે કરી ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં 11 સામે ફરીયાદ નોંધાવી
ગોંડલ. રાજ્યના જેલ વડાની ચેકીંગ સ્ક્વોડ ગતરાત્રે શહેરનાં વોરાકોટડા રોડ પરની સબજેલમાં ત્રાટકી હતી. દરમિયાન જેલ બંધ થયા પછી કેદીને મળવા આવેલા બહારના 6 વ્યક્તિ મળી આવ્યા હતા. અને ખૂનકેસમાં કાચા કામના કેદી તરીકે બંધ કેદી પાસેથી બે મોબાઇલ સહિત કુલ 5 મોબાઇલ, ડોંગલ, પાવર બેંક અને રૂપિયા 15,200ની રોકડ પણ મળી આવી હતી. એટલું જ નહીં રાતના સમયે 4થી 5 કેદી બહારથી આવેલા મિત્રો સાથે જેલના કોન્ફરન્સ રૂમ નજીક ટોળે વળીને જમવા બેઠા હતા! જો કે સ્કવોડ આવતા એ બહારની છ વ્યક્તિને જેલની પાછળના ગેટથી ભગાડી દેવાયા હતા. ચેકીંગ સ્કવોડના જેલરે સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે.
આ અંગે જાણવા મળતી વિગતો મુજબ, ગોંડલ સબ જેલમાં કેદીઓને ઘર જેવી જ સુવિધા મળતી હોવાની બાતમીનાં આધારે ગતરાત્રે રાજ્યનાં જેલવડાની ચેકીંગ સ્કવોડના જેલર દેવશીભાઇ કરંગીયા અને તેમની ટીમે રેડ કરી હતી. જેમાં જેલના મુખ્ય ગેટ ઉપર અમલદાર લાખાભાઇએ દરવાજો ખોલતા ચેકીંગ સ્કવોડને જોઇ જેલના જ કોન્ફરન્સ હોલ નજીક ટોળે વળીને જમવા બેઠેલા કેદીઓ સહિત 11 શખ્સો ભાગ્યા હતા. આ પૈકી 6 બહારનાં શખ્સોને અમલદારે બહાર ભગાડી દીધા હતા.
જ્યારે ખૂન કેસમાં જેલવાસ ભોગવતા કાચા કામના કેદી રાજેન્દ્ર ઉર્ફે રાજે જે. શેખવા, નિખીલ રમેશભાઇ દોંગા ઉપરાંત જયેશ વિનુભાઇ ગોહિલ, દિવ્યરાજસિંહ એમ.જાડેજા તેમજ અમિત જયંતીભાઇ પડારીયાને પકડી લેવાયા હતા. રાજુ શેખવાની તપાસમાં તેની પાસે બે એન્ડ્રોઇડ મોબાઇલ, ઇન્ટરનેટ માટેનું ડોંગલ અને પાવર બેંક મળી આવ્યા હતા. તેમજ અન્ય રૂપિયા 15 હજાર સાથેનું પર્સ અને 3 મોબાઈલ પણ મળી આવ્યા હતા. આ બધું નાસી છૂટેલા બહારના શખ્સોનો હોવાનું જાણવા મળ્યું છે.
ચેકીંગ સ્કવોડના જેલરે ભગાડી દેવાયેલા શખસો અંગે પૂછતા એ 6 વ્યક્તિ બહારના હતા અને રાતે જેલ બંધ થયા પછી અનધિકૃત રીતે તેમને જેલના દરવાજા ખોલી પ્રવેશ અપાયાની અને ચેકીંગ આવતા ભગાડી દીધાની કેફિયત અમલદારે આપી છે. અને આ વ્યક્તિઓનાં નામ જયેશ મહેશ દવે, અજય રાયધન બોરીચા, નિકુલ તુલસી દોગા, જીતેન્દ્ર વનરાજભાઇ, જીગ્નેશ ભુવા અને ક્લપેશ એ. ઠુમ્મર હોવાનું ખુલતા 5 કેદી અને ઉપરોક્ત તમામ સામે ગોંડલ પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ છે.
હાલ કબજે થયેલા મોબાઇલ એફએસએલમાં મોકલી આપવામાં આવ્યા છે. જો કે સૂત્રોના જણાવ્યા મુજબ, ગોંડલ સબ જેલમાં સ્ટાફને લાંચ આપી કોઈપણ ચીજ મંગાવાય છે. અને બહારની વ્યક્તિઓ હોટલ, મોલમાં જતા હોય એમ ગમે ત્યારે જેલમાં અવારનવાર આવતા હોય છે. ત્યારે જો જેલના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ થાય તો જેલમાં ચાલતા કરતૂતોના ચોંકાવનારા કૌભાંડ બહાર આવશે તે નિશ્ચિત છે.