• કોન્ટ્રાક્ટ પર કામ કરતી મહિલા અને ઓક્સિજન પ્લાન્ટનો ઓપરેટ ઇન્જેક્શનની કાળાબજારી કરતા
  • 14000માં ઇન્જેક્શન લઇ 1000 રૂપિયા કમિશન સાથે રૂ. 15 હજારમાં વેચતા

WatchGujarat. કોરોનાની મહામારીમાં દર્દીઓ માટે સંજીવની સમાન પુરવાર થયેલા રેમડેસિવિર ઇન્જેક્શનના ગોત્રી મેડિકલ કોલેજમાં થઇ રહેલા કાળા બજારનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. ગોત્રી હોસ્પિટલના ઓક્સિજન પ્લાટના ઓપરેટર અને કોવિડ સેન્ટરની મહિલા સર્વન્ટની સરકારી હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે અપાતા ‘નોટ ફોર સેલ’ લખેલા ઇન્જેક્શન બ્લેકમાં વેચી મારતા હોવાનુ બહાર આવતા પોલીસે બન્નેને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે આ મામલે વધુ એક સર્વન્ટની સંડોવણી બહાર આવતા પોલીસે તેની પણ ધરપકડ કરી હતી.

કોરોના કાળમાં મેડિકલ ફેસિલિટીની કાળા બજારીએ તમામ સીમાઓ વટાવી નાખી છે. ક્યારે ઓક્સિજન તો ક્યારેક રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારીના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. તેવામાં ગોત્રી GMERS હોસ્પિટલને ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી છે. જ્યાં મોટી સંખ્યામાં કોરોના પોઝિટીવ દર્દીઓ હાલ સારવાર લઇ રહ્યાં છે. સરકાર હોસ્પિટલ હોવાથી કોરોના દર્દીઓની સારવારમાં કોઇ કચાસ ન રહીં જાય તે માટે સરકાર દ્વારા તમામ જરૂરી ચીજવસ્તુઓ પુરતા પ્રમાણમાં પુરી પાડવામાં આવી રહીં છે.

તેવામાં હોસ્પિટલમાં કામ કરતો સ્ટાફ રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી કરતો હતો હોવાની બાતમી ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. જેના પરિણામે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ડમી ગ્રાહક ઉભો કરી મેડિકલ કોલેજ ખાતે છટકુ ગોઠવ્યું હતું. ક્રાઇમ બ્રાંચની ટીમે ડમી ગ્રાહક ઉભો કરીને રેમડેસીવર ઇન્જેક્શન વેચતા કર્મચારી સાથે ઇન્જેક્શનનો રૂપિયા 15000માં સોદો કરાવ્યો હતો હતો. સોદા પ્રમાણે

 

કર્મચારી ઇન્જેક્શન લઇને ડમી ગ્રાહકને આપવા માટે આવતાજ વોચમાં ગોઠવાયેલી પોલીસે દબોચી લીધો હતો. પોલીસે ઇન્જેક્શન વેચવા માટે આવેલા કર્મચારીની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ સાહિલ સીરાજ દરબાર (રહે. 157, સવૈયાનગર, ઇ.એસ.આઇ. હોસ્પિટલ પાસે, વડોદરા) હોવાનું જણાવ્યું હતું. તે સાથે તેણે ગોત્રી મેડિકલ કોલેજના ઓક્સિજન પ્લાન્ટમાં ઓપરેટર તરીકે નોકરી કરતો હોવાનું પણ જણાવ્યું હતું.

ક્રાઇમ બ્રાન્ચે સીરાજ દરબારને ઇન્જેક્શન ક્યાંથી લાવ્યો તે અંગે પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે, આ ઇન્જેક્શન ગોત્રી મેડિકલ કોલેજમાં સર્વન્ટ તરીકે ફરજ બજાવતા શૈલેષ ઉર્ફ રવિ કાલીદાસ પ્રજાપતિ (રહે. 181, સવૈયાનગર, ઇ.એસ.આઇ., ગોત્રી, વડોદરા) પાસેથી રૂપિયા 14000 માં લીધું હતું અને પોતાનું રૂપિયા 1000 કમિશન ચઢાવી રૂપિયા 15000માં વેચાણ કરતો હોવાની કબુલાત કરી હતી. પોલીસે તેની  રેમડેસીવર ઇન્જેક્શન સહિત રૂપિયા 20,000ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી.

આ ઉપરાંત ક્રાઇમ બ્રાંચની તપાસમાં આ રેમડેસીવર ઇન્જેક્શન ગોત્રી સરકારી હોસ્પિટલમાં કોવિડ સેન્ટરમાં કોન્ટ્રાક્ટમાં સર્વન્ટ તરીકે નોકરી કરતી વર્ષાબહેન પ્રિતકભાઇ ડામોર (રહે. મકાન નંબર-1, રાજુનગર-2, શાંતાપાર્કની બાજુમાં, દીવાળીપુરા, વડોદરા) પાસેથી આ કૌંભાડનો ફરાર શૈલેષ ઉર્ફ રવિ પ્રજાપતિ લાવ્યો હોવાનું બહાર આવતા પોલીસે વર્ષા ડામોરની પણ ધરપકડ કરી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud