• હાઇકોર્ટની ઝાટકણી બાદ રૂપાણી સરકારે નવી માર્ગદર્શિકા જાહેર કરી
  • ડોકટરો બિનજરૂરી રેમડેસિવિર ઇન્જેક્શનનુ પ્રિસક્રિપ્શન ન લખે – સી.એમ
  • રેમડેસિવિર ઇન્જેક્શન બનાવવાની પ્રોસેસ 15 દિવસની છે, સરકાર ગમે તેમ રોજ 25 હજાર ઇન્જેક્શન એકઠા કર્યા છે – સી.એમ રૂપાણી

WatchGujarat રાજ્યમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ બનતા આખરે હાઇકોર્ટે મેદાનમાં ઉતરવુ પડ્યું હતુ. સોમવારે સવારે હાઇકોર્ટની ચીફ જસ્ટીસની મળેલી વર્ચ્યુલ મીટિંગમાં અનેક મહત્વના મુદ્દાઓ પર રાજ્ય સરકારને સુચન કરાવમાં આવ્યાં હતા. અલબત સરકારની કોરોના અંગેની કામગીરી પર હાઇકોર્ટે ઝાટકણી પણ કરી હતી. તેવામાં હાઇકોર્ટના મહત્વના સુચનો અંગે સરકાર દ્વારા વિચારણા કરી નવા નિયમો જાહેર કર્યા છે. જેની અમલવારી આવતિકાલ 14 એપ્રિલથી લાગુ થશે.

રાજ્યમાં કોરોના વાઇરસની સ્થિતિ અંગે હાઇકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કર્યા બાદ આજે સાંજે સરકારનો પક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. રાજ્યમાં કોવિડ-19ની અસર કેટલાક શહેરોમાં વધારે વર્તાઇ રહીં છે. જે અંગે રાજ્ય સરકારે ગંભીરતાપૂર્વક વિચારણા કરી છે. પુખ્ત વિચારણાને અંતે રાજ્ય સરકારે નિચે મુજબની બાબતો અમલમાં મુકવા નિર્ણય કર્યો છે.

  • તા. 14 એપ્રિલ 2021થી અમલમાં આવે તે રીતે લગ્ન સમારંભમાં બંધ કે ખુલ્લી જગ્યામાં 50થી વધુ વ્યક્તિઓ એકઠા થઇ શકશે નહીં
  • જે શહેરોમાં રાત્રી કર્ફ્યુ અમલમાં છે ત્યાં કર્ફ્યુના સમયની અવધી દરમિયાન લગ્ન સમારંભ યોજી શકાશે નહીં
  • મૃત્યુના કિસ્સામાં અંતિમ વિધી/ઉત્તરક્રિયામાં 50 થી વધારે વ્યક્તિ એકત્ર થઇ શકશે નહીં
  • જાહેરમાં રાજકીય/ સામાજીક/ધાર્મિક કાર્યક્રમો, સત્કાર સમારંભ, જન્મ દિવસની ઉજવણી કે અન્ય મેળાવડા યોજવા પર તાત્કાલીક પ્રતિબંધ રહેશે
  • એપ્રિલ તથા મે માસ દરમિયાન વતા દરેક ધર્મના તહેવારો જાહેરમાં ઉજવી શકાશે નહીં, તથા જાહેરમાં લોકો એકત્ર થઇ શકશે નહીં, તમામ તહેવારો પોતાની આસ્થા અનુસાર ઘરમાં કુટુંબ સાથે ઉજવવાના રહેશે
  • સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, કોર્પોરેશન તથા તમામ પ્રકારની ખામગી ઓફિસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા 50 ટકા સુદી રાખવાની રહેશે, અથવા ઓલ્ટરનેટટ દિવસએ કર્મચારીઓ ફરજ પર આવે તેવી વ્યવસ્થા કરવાની રહેશે, આવશ્યક સેવાઓને આ જોગવાઇ લાગુ પડશે નહીં
  • રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો તા. 30 એપ્રિલ સુધી જાહેરજનતા માટે બંધ રાખવા અપીલ કરવામાં આવે ચે. ધાર્મિકસ્થાનો ખાતેની દૈનિક પૂજા/ વિધી ધાર્મિકસ્થાનોના સંચાલકો/ પૂજારીશ્રીઓ દ્વારા મર્યાદીત લોકો સાથે કરવામાં આવે તે તલાહભર્યું છે. શ્રધ્ધાળુઓને પણ ધાર્મિકસ્થાનોમાં પ્રત્યક્ષ દર્શન ન કરવા જવાની વિનંતી કરવામાં આવે છે.

નોંધઃ- આ હુકમના ભંગ બગલ THE EPIDEMIC DISEASES Act 1987 અન્વયે THE GUJARAT EPIDEMIC DISEASES COVID-19 REGULATION,2020ની જોગવાઇઓ, INDIAN PENAL CODEની કલમ 188 તથા THE DISASTER MANAGEMENT ACTની જોગવાઇઓ હેઠળ કાનુની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તથા તે હેઠળ સજાને પાત્ર થશે

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud