• જમીન સામે એટલી જ જમીન કે ₹ 7.50 લાખ હેકટર દીઠ, વારસદારને સરકારી નોકરી કે ₹5 લાખ સહિતના જાહેર કરાયા પેકેજ
  • કેવડીયા (Kevadiya) ગામના સર્વે નંબર 447 થી 449 અને 471 થી 473 વાળી જમીન સરદાર સરોવર નર્મદા નિગમની માલિકીની જ હોવાની અને વળતર ચૂકવાઈ ગયું હોવાના પુરાવાથી સ્થાનિકોને અવગત કરાયા
  • વર્ષ 1961-65 માં સંપાદિત થયેલી જમીનનું ચૂકવાયેલ વળતર સામે સરકારે જાહેર કરેલા વધારાના પેકેજનો લાભ લેવા સૂચન
  • SSNL કે SOUADTGA એ ફેનસિંગ, પાર્કિંગ સહિતની કામગીરી હાથ ધરતા સ્થાનિકોએ વિરોધ નોંધવતા તંત્ર દ્વારા રેવન્યુ રેકોર્ડ ઉપર નિગમની માલિકીના પુરાવા રજૂ કરાયા

WatchGujarat. કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી SOU વિસ્તારમાં ફેંસિંગ, પાર્કિંગ સહિતની કામગીરી કરાતા સ્થાનિકોનો વિરોધ શરૂ થઈ ગયો છે. જેની સામે હાલની જે જમીનો પર નિગમ અથવા ઓથોરીટી દ્રારા કામ થઇ રહ્યું છે તે જમીનો વર્ષ 1961 થી 1965 દરમ્યાન રાજપીપળા SDM મારફતે સંપાદિત થઇ હોવાના પુરાવાઓ સ્થાનિકો સમક્ષ રજુ કરાયા છે.

નર્મદા ડેમ (Narmada Dam) નિર્માણ વખતે 56-59 વર્ષ પેહલા તમામ ખાતેદારને જે-તે વખતના નિયમોનુસાર વળતર ચૂકવાયેલ છે. આ પ્રકારની જમીનોની માલિકી રેવન્યુ રેકર્ડ પર પણ આજે પણ સરદાર સરોવર નર્મદા નિગમ લી. SSNL ની છે.

Gujarat, Kevadiya Documents of Kevadiya Land development
Gujarat, Kevadiya Documents of Kevadiya Land development

આ જમીનો પર હવે SOU વિસ્તારમાં આવનાર પ્રવાસીઓ માટે આનુશંગિક સુવિધાઓ વિકસાવવાની હાલ તાતી જરુરીયાતના ભાગરુપે કેટલીક માળખાકીય સુવિધા ઊભી કરવાની જરૂરી કામગીરી ચાલી રહી છે. હાલ જેટલી પણ કામગીરી ચાલી રહી છે તે તમામ કામગીરી માત્ર અને માત્ર સરદાર સરોવર નર્મદા નિગમ લી.ની જમીન પર ચાલી રહી છે.

જેના રેવન્યુ રેકર્ડ પર બોલતા પુરાવા સાથે વિરોધ કરી રહેલા સ્થાનિકોને અવગત કરાવવામાં આવી રહ્યાં છે. સાથે જ જે-તે વખતે સંપાદન થયું ત્યારે વળતર ચૂકવાયેલ હતું આવી જમીનો પર જે-તે વખતના ખાતેદારોનાં વારસદારોનો અનધિકૃત કબજો છે. તેમ છતાં સંવેદનશિલતા દાખવીને સરકાર દ્રારા એક વખતના લાભો આપેલ હોવા છતાં વધારાનાં લાભો સાથેના પેકેજ પણ જાહેર કરવામાં આવ્યા છે.

SOUADTGAનાં અધિકારીઓએ અનધિકૃત કબજો ધરાવતા ખાતેદારોનાં વારસદારોની વારંવાર બેઠકો યોજી છે. છેલ્લી બેઠક 11 જૂને યોજવામાં આવી હતી. જેમાં જમીન સંપાદન થયા બદલ તેઓને વળતર ચૂકવાઈ ગયું હોવાની સમજ અપાઈ હતી.

ઉપરાંત સરકાર દ્રારા જાહેર કરવામાં આવેલા વધારાનાં પેકેજ બાબતે યોગ્ય માહિતી આપવામાં પણ આવી છે. જે-તે ખાતેદારનાં વારસદારો તેમનાં અધિકૃત પેઢીનામાં જમા કરાવીને સંમતિપત્ર કચેરીને આપશે તો વિના વિલંબે વધારાનાં પેકેજનો લાભ ત્વરીત આપવા માટે તૈયારી બતાવાઈ છે.

નર્મદા ડેમ સમયે સંપાદિત કરેલી જમીન SOU ના વિકાસ માટે સરકારે જાહેર કરેલા વધારાનાં પેકેજની જોગવાઇઓ

  • જમીન સામે તેટલી જ સરદાર સરોવર પૂન:વસવાટ એજન્સીની લેન્ડ બેન્કમાંથી જમીન અથવા જમીન સામે હેકટર દિઠ ₹7.50 લાખ રોકડ
  • ખાતેદારનાં 1 જકન્યુઆરી 1987 ની સ્થિતીએ પુખ્ત વયના વારસદારને સરકારી નોકરી અથવા ₹ 5 લાખ મળવાપાત્ર
  • કેવડિયા 6 ગામનાં ખાતેદારો કે જેમની જમીન નર્મદા નિગમમાં સંપાદિત થઇ છે અને તેમના આકારણી પત્રકમા નામ હોય તેમજ તેમના હયાત ઘર નિગમ કે સરકારી જમીન પર હોય તેમને આદર્શ વસાહતમાં 125 ચોરસ મીટર ક્ષેત્રફળના વિસ્તારમાં ₹ 4 લાખના ખર્ચે પાક્કું મકાન (ઢોર બાંધવાની જગ્યા સહીત)

Gujarat, Kevadiya Documents of Kevadiya Land development

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud