જીતનગર ખાતે ફાળવાયેલ જગ્યાએ નવી મેડીકલ કોલેજનું બાંધકામ ન થાય ત્યાં સુધી રાજપીપળા આયુર્વેદિક કોલેજમાં MBBS ના પ્રથમ વર્ષનો અભ્યાક્રમ શરૂ કરાશે
રાજપીપળાની મેડીકલ કોલેજના નોડલ ઓફિસર ડીન ડો. આશિષ ગોખલે અને વડોદરા મેડીકલ કોલેજના ડીન ડૉ. તનુજા જાવડેકર સહિતના વિવિધ વિભાગીય વડાઓએ મુલાકાત લીધી
MBBS ના પ્રથમ વર્ષના અભ્યાસક્રમની સાથોસાથ બીજા વર્ષના અભ્યાસક્રમ માટેની જરૂરી અન્ય લેબોરેટરીઓ અને આનુસંગિક અન્ય સુવિધાઓની જરૂરી કાર્યવાહી હાથ ધરવા જિલ્લા કલેક્ટર ડી.એ. શાહની સૂચના
MCI ના ધારાધોરણ અને જરૂરિયાત મુજબ ઉપલબ્ધ માળખાકીય સુવિધાના નિરીક્ષણ
સાથે વિષય-તજજ્ઞો દ્રારા કરાયેલા સૂચનો મુજબના ફેરફારની ઉપલબ્ધિ માટે P.I.U. સાથે પરામર્શ
WatchGujarat. ભારત સરકારની કેન્દ્રીય પુરસ્કૃત યોજના અંતર્ગત ગુજરાતમાં આગામી શૈક્ષણિક સત્રથી શરૂ થનારી 5 નવી મેડીકલ કોલેજમાં નર્મદા જિલ્લાની નવી મેડીકલ કોલેજનો પણ સમાવેશ કરાયો છે. GMERS દ્વારા રાજપીપળામાં જીતનગર ખાતે નવી મેડીકલ કોલેજના બાંધકામ અને હોસ્પિટલ માટે મંજુરી અપાઇ છે. રાજપીપળાની નવી મેડીકલ કોલેજનું બાંધકામ આગામી વર્ષોમાં આકાર પામશે.
હાલમાં, રાજપીપળા ખાતે મંજુર કરાયેલી નવી મેડીકલ કોલેજના પ્રથમ વર્ષના MBBS ના અભ્યાસક્રમ માટે રાજપીપળા ખાતેની આયુર્વેદિક મેડીકલ કોલેજના બિલ્ડીંગમાં આગામી શૈક્ષણિક સત્રથી કાર્યરત થનાર છે. આ બિલ્ડીંગમાં પ્રથમ વર્ષના અભ્યાસક્રમ માટેના જુદા-જુદા વિભાગો માટે જરૂરી અને પૂરતી સુવિધાઓની ઉપલબ્ધિ માટે P.I.U. ને સૂચન કરી તે મુજબની સુવિધાઓ ઉભી થાય તેના અભ્યાસ-નિરીક્ષણ માટે આજે વડોદરાથી ટીમ આવી હતી.
રાજપીપળાની મેડીકલ કોલેજના નોડલ ઓફિસર અને ડીન ડૉ. આશિષ ગોખલે, વડોદરાની મેડીકલ કોલેજના ડીન ડૉ. તનુજા જાવડેકર, ટ્રોમા વિભાગના વડા અને પ્રોફેસર ડૉ. વસંત વાણીયા, ફિઝીયોલોજી વિભાગના વડા અને પ્રોફેસર ડૉ. વર્ષા જોષી અને બાયોકેમેસ્ટ્રી વિભાગના વડા અને પ્રોફેસર ડૉ.શિલ્પા જૈન, P.I.U. ના નાયબ કાર્યપાલક ઇજનેર દવે અને પરેશ પરમાર વગેરેએ આજે રાજપીપળા આયુર્વેદિક કોલેજની સંયુકત મુલાકાત લઇ ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કરી P.I.U. ને જરૂરી સૂચનો કર્યા હતા.
રાજપીપળાના સિવિલ સર્જન અને CDMO ડૉ. જયોતિબેન ગુપ્તા અને આયુર્વેદિક કોલેજના RMO ડૉ. પિયુષ શાહ પણ સાથે જોડાયા હતા. બાદ ટીમે નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ. શાહની પણ રૂબરૂ મુલાકાત લઇ જરૂરી ચર્ચા- વિચારણા અને વિચાર-વિમર્શ કર્યા હતા.
જિલ્લા કલેક્ટર શાહે કહ્યું હતું કે, એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ અંતર્ગત કેન્દ્રીય નીતિ આયોગ દ્વારા આરોગ્ય શિક્ષણ સહિતના અન્ય ક્ષેત્રે નિયત કરાયેલા પેરામીટર્સ મુજબ આ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે સરકાર દ્વારા વિશેષ પ્રાધાન્ય અપાઇ રહ્યું છે. શૈક્ષણિક સત્રથી આયુર્વેદિક કોલેજમાં MBBS ના પ્રથમ વર્ષના અભ્યાસક્રમની સાથોસાથ બીજા વર્ષના અભ્યાસક્રમ માટેની જરૂરી અન્ય લેબોરેટરીઓ અને આનુસંગિક અન્ય સુવિધાઓની મંજૂરી માટેની દરખાસ્તનો પણ અત્યારથી જ તેમાં સમાવેશ કરવાના સૂચન સાથે આ દિશામાં સત્વરે જરૂરી કાર્યવાહી કરવા તેમણે સૂચના આપી હતી.
રાજપીપળાની મેડીકલ કોલેજના નોડલ ઓફિસર અને ડીન ડૉ. આશિષ ગોખલેએ વિસ્તૃત જાણકારી આપતા જણાવ્યું હતું કે, આજે મુલાકાત લઇને પ્રથમ વર્ષની માળખાકીય સુવિધા તેમજ જુદા-જુદા વિભાગોને લગતી બાબતો મેડીકલ કાઉન્સીલ ઓફ ઇન્ડિયા-MCI મુજબ જરૂરી સર્વે કરેલ છે. દરેક વિભાગીય વડાઓ દ્રારા કરાયેલા સૂચન અને MCI ની જરૂરીયાત મુજબ ફિજીયોલોજી અને બાયોકેમેસ્ટ્રી માટે જે માળખાકીય સુવિધા છે. તેમાં લેબોરેટરી, લેકચર હોલ અને ડેમોન્સ્ટ્રેશન હોલ, મ્યુઝિયમ વગેરે વિભાગને લગતી MCI ની જરૂરીયાત મુજબનું સર્વે કરવામાં આવ્યું છે.
MCI ની જરૂરીયાત મુજબ કયા પ્રકારની આનુસંગિક સુવિધાઓની જરૂરીયાત છે તે બાબતો અંગે વિભાગીય વડા – નિષ્ણાંતો સાથે પરામર્શ કરીને તેમાં નકકી કરાયા મુજબ જરૂરી સુધારા-વધારા મુજબની સુવિધાઓની ઉપલબ્ધિ માટે P.I.U. ને સૂચન કરવામાં આવ્યું છે.