• કોરોના નિયંત્રણમાં આવતા રાજ્ય સરકારે વેપાર ધંધાને છુટ આપતા નિર્ણયો લીધા
  • 11 – 26 જૂન સુધી હોટલ-રેસ્ટોરન્ટમાં સવારે 9 થી સાંજે 7 વાગ્યા સુધી કુલ ક્ષમતાના 50%  ટકા ગ્રાહકો સાથે શરૂ કરી શકાશે
  • 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂનો સમય રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી યથાવત
  • રાજકીય-ધાર્મિક કાર્યક્રમો તથા બેસણામાં મહત્તમ 50 લોકો ભાગ લઈ શકશે

Watchgujarat. રાજ્ય સરકારે 9 – જૂને મંદિર તથા હોટલ-રેસ્ટોરન્ટ, જિમ અને બગીચાને 11 જૂનથી શરતોને આધીન શરૂ કરવાની જાહેરાત કરી હતી. જેને પગલે શુક્રવારથી રાજ્યમાં ધંધા-રોજગાર અને ખાણીપીણીથી લઈ મોટા ફેરફાર થયા છે. આજથી 15 દિવસ સુધી એટલે કે 26મી જૂન સુધી નવા શરતી નિયમોનું પાલન કરવાની સાથે શહેરોમાં હોટેલ સહિતની જગ્યાઓ ખુલશે.

11 – 26 જૂન સુધી હોટલ-રેસ્ટોરન્ટમાં સવારે 9 થી સાંજે 7 વાગ્યા સુધી કુલ ક્ષમતાના 50%  ટકા ગ્રાહકો સાથે શરૂ કરી શકાશે. તથા 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂનો સમય રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી યથાવત રાખવામાં આવ્યો છે. આ તમામ નિયંત્રણો અને છૂટછાટો 26 જૂન સુધી અમલી રહેશે. ત્યાર બાદ રાજ્ય સરકાર દ્વારા નવા નિયમોની જાહેરાત કરવામાં આવશે.

રાજકીય-ધાર્મિક કાર્યક્રમોમાં પણ છુટછાટ અપાઇ

રાજકીય-ધાર્મિક કાર્યક્રમો તથા બેસણામાં મહત્તમ 50 લોકો ભાગ લઈ શકશે. લારી-ગલ્લા, દુકાનો તથા ઑફિસોના સમયમાં પણ એક કલાકનો વધારો થયો છે. હવે સવારે 9 થી સાંજે 7 વાગ્યા સુધી દુકાનો-ઑફિસો ખુલ્લી રાખી શકાશે. સરકાર દ્વારા જાહેર કરાયેલી યાદીમાં જણાવાયું હતું કે, દરેક જગ્યાએ માસ્ક સહિતના સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું કડકપણે પાલન કરવાનું રહેશે.

દુકાનદારો-ગલ્લા સહિતના વેપાર-ધંધામાં રાહત મળી

તમામ દુકાનો, વાણિજ્ય એકમો, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટયાર્ડ, હેર કટિંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ આ સમયગાળા દરમિયાન સવારે 9 થી સાંજના 7 સુધી ચાલુ રાખી શકાશે. એટલે કે હાલની સમયમર્યાદામાં 1 કલાકનો વધારો કરવામાં આવ્યો છે.

લાઇબ્રેરી-જિમ 50 ટકા કેપેસિટી સાથે ખુલશે

લાઇબ્રેરી એની બેઠક ક્ષમતાના 50 ટકા સાથે અને બાગ-બગીચા પણ સવારે 6થી સાંજે 7 સુધી સમયગાળા દરમિયાન ચાલુ રહેશે. જિમ્નેશિયમ 50 ટકા કેપેસિટી સાથે આ સમયગાળા દરમિયાન ચાલુ રાખી શકાશે અને એસઓપીનું પાલન ચુસ્ત પણે કરવાનું રહેશે.

રાજકીય, સામાજિક તથા મંદિર દર્શનના કાર્યક્રમોમાં 50 વ્યક્તિની મર્યાદા નક્કી કરાઇ

રાજ્યમાં રાજકીય, સામાજિક (બેસણું) ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો વધુમાં વધુ 50 વ્યક્તિની મર્યાદામાં એસઓપીના પાલન સાથે આ સમયગાળા દરમિયાન રાખી શકાશે. રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે દર્શનાર્થે ખુલ્લાં રહેશે, પરંતુ એક સમયે એકસાથે 50થી વધુ દર્શનાર્થીઓ એકત્રિત ન થાય તેમજ એસઓપીનું પાલન અવશ્યપણે થાય એ સુનિશ્ચિત કરવાનું રહેશે.

26મી પછીથી શું?

જૂનના અંતે એટલે 26મીએ કોરોનાની સમીક્ષા કર્યા પછી વધુ છૂટછાટના નિર્ણય લેવાશે. નાઈટ કર્ફ્યૂ 9ના બદલે રાત્રે 11થી સવારે 6 સુધી થઈ શકે છે, કડક નિયંત્રણો સાથે સ્વિમિંગ પૂલ ચાલુ થઈ શકે છે પણ સિનેમાગૃહો, મલ્ટિપ્લેક્સ માટે હજુ રાહ જોવી પડશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud