કોરોનાની રસીનો દેશમાં ત્રિજો તબક્કો ચાલી રહીં છે.
કોરોના ફ્રન્ટ લાઇન વોરિયર્સ બાદ હવે સિનીયર સિટીઝનને કોરોના વેક્સિન આપવામાં આવમાં આવી રહીં છે.
હાલોલ કોર્ટના 3 સેશન જજ અને પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજએ પરિવાર સાથે લીધી કોરોના વેક્સિન
WatchGujarat વિશ્વભરમાં કોરોના વાઇરસે હાહાકાર મચાવી દીધો છે. ત્યારે ભારત દેશમાં કોરોનાની વેક્સિન આપવાનો ત્રીજો તબક્કો ચાલી રહીં છે. પ્રથમ તબક્કામાં કોરોના ફ્રન્ટલાઇન વોરિયર્સને વેક્સિન આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ હવે સિનીયર સિટીઝનને વેક્સિન આપવામાં આવી રહીં છે. ત્યારે હાલોલ કોર્ટના ન્યાયધીશોએ પરિવાર સાથે કોરોના વેક્સિન લઇ લોકોને પણ આગળ આવવા માટી અપીલ કરી છે.
સિનિયર સિટીઝન કોરોના રસીકરણ અંતર્ગત હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે તાલુકા આરોગ્ય વિભાગના નિરીક્ષણ હેઠળ શનિવારે હાલોલ કોર્ટના ન્યાયધીશો અને તેમના પરિવારો સહિત હાલોલ પ્રાંત અધિકારીએ કોરોના રસી લઈ જાહેર જનતાને કોઈ પણ જાતનો ભય કે કોઈપણ અફવામાં આવ્યા વગર કોરોના રસીનો ડોઝ લેવા માટે અપીલ કરી હતી.
હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે કોરોના રસીકરણ અભિયાન અંતર્ગત સિનિયર સિટીઝનોને કોરોના રસી આપવાની કામગીરી હાથ ધરાઈ છે. જેમાં શનિવારે હાલોલ કોર્ટના સેશન્સ જજ એચ.એચ.ઠક્કર, એલ.જી ચુડાસમા અને એસ.વી શર્મા સહિત તેમની 80 વર્ષીય માતા કાંતાબેન શર્મા, પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ પી.એચ.સિંહ એડિશનલ સિનિયર સિવિલ જજ એચ.એમ રામાવત સહિત હાલોલ પ્રાંત અધિકારી આલોક ગૌતમે કોરોના રસીનો ડોઝ લીધો હતો. જેમાં તમામ જજો અને હાલોલ પ્રાંત અધિકારીએ એકી સુરે પંથકની જનતાને કોરોના રસીની કોઈ જ આડઅસર થતી નથી કે કોઈ શારીરિક તકલીફ ઉભી થતી નથી. તે અંગેના વિશ્વાસ સાથે તાલુકા પંથક સહિત સમગ્ર દેશની પ્રજાને કોરોના રસી લેવા માટે અપીલ કરી હતી. અને કોઈ પણ જાતનો ભય રાખ્યા વગર અને અફવાઓમાં આવ્યા વિના સરકારના નીતિ નિયમ મુજબ કોરોના રસી આપવાની કામગીરી હાથ ધરાય છે. ત્યારે પ્રજાએ સ્વૈચ્છિક રીતે આગળ આવી કોરોના રસી લેવી જોઈએની અપીલ કરાઈ હતી.