• હાલોલ ગોધરા રોડ પરના BOB બેન્કના ATM મશીનને તસ્કરોને નિશાન બનાવ્યું
  • કારમાં આવેલા તસ્કરો ચોરી કરવા માટે ગેસ કટર સાથે લઇને આવ્યાં હતા.
  • ગેસ કટરથી ATM મશીન ચીરી નાખ્યું પણ રોકડ રકમ ઉપાડે તે પહેલા જ પોલીસ ત્રાટકી

WatchGujarat. શહેરના હાલોલ ગોધરા રોડ પરના બેન્ક ઓફ બરોડાના એટીએમ મશીનને મોડી રાત્રે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. રોકડ રકમ ઉપાડી લેવા તસ્કરોએ ગેસ કટરથી આખું મશીન ચીરી નાખ્યું હત. જોકે એટીએમ મશીનમાં ડીપોઝીટ કરાયેલી રકમુ બોક્સ ખુલે તે પહેલા જ પોલીસ આવી પહોંચી હતી. બનાવને પગલે સમગ્ર ઘટનાને નજરે જોનાર શખ્સોની ફરીયાદના આધારે પોલીસે ગુનો નોંધી તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે, હાલોલ ગોધરા પરના ટેલિપોન એક્સચેન્જની બાજુમાં આવેલા બેન્ક ઓફ બરોડા બ્રાન્ચના એટીએમમાં રૂ. 18 લાખ દેટલી કેસ ડીપોઝીટ હોવાની જાણકારી તસ્કરોને હતી. જેથી ગત મોડી રાત્રે નંબર વગરની શિફ્ટ કારમાં ચાર જેટલા તસ્કરો બુકાની પહેરી ચોરી કરવા પહોંચ્યાં હતા. જ્યાં એટીએમ મશીનને નિશાન બનાવી તસ્કરોએ ગેસ કટર વડે આખું ચીરી નાખી રોકડ રકમ ચોરવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન પેટ્રોલીંગમાં ફરી રહેલી પોલીસ આવી પહોંચતા તસ્કરો કારમાં ફરાર થઇ ગયા હતા.

બનાવની જાણ સ્થિનાક પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તસ્કરોનુ પગેરૂ મેળવવા પોલીસે ડોગ સ્કવોર્ડ અને એફએસએલની મદદ લેવામાં આવી હતી. પોલીસે આસપાસમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફુટેજ મેળવી પણ તસ્કરોની તપાસ હાથ ધરી છે. ઘટનાને પગલે પોલીસુ અનુમાન છે કે, ગેસ કટર નોંપ્લાન્ટમાંથી લઇ આવેલ તસ્કરી ટોળકી આંતરરાજ્ય ગેંગ હરિયાણા પંજાબ તરફની હોવાની આશંકાઓ સેવાઇ રહી છે.

કારમાં ચાર તસ્કરોએ બે લોકોએ અમારી પાસે આવી કહ્યું કશું બોલશો નહિં મારી નાખીશું

અમે એટીએમની સામે આવેલા રોડના છાપરા પર હું અને મારો પિતરાઈ ભાઈ સુતા હતા. સવારે ચારેક વાગ્યાના સુમારે એક સફેદ કલરની મારુતિ શિફ્ટ કારમાં ચાર બુકનીધારીઓ આવેલા એક કારમાં બેઠલો બીજા બે ગેસ કટરનો સામન લઇ એટીએમમાં ગયા હતા. અમે જાગી જતા બે જણા અમારી પાસે આવી કસો બોલશો નહિ નહીતો મારી નાખીશું કહેતા અમે ડરી ગયા હતા. અમે ચૂપચાપ જોતા હતા થોડી વારમાં  બે પોલીસવાળા મોટર સાઇકલ પર જતાં શંકા જતા ઉભા રહેતા તસ્કરો એકદમ કાર ચાલુ કરી કારમાં બેસી ભાગી ગયા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud