જૂનાગઢના કુખ્યાત અને માથા ફરેલા ગેંગસ્ટરને પકડવા ATS ચીફ હિંમાશુ શુકલાએ 4 મહિલા PSIની આ મીશન માટે પસંદગી કરી હતી.
ગેંગસ્ટર બોટાદના જંગલમાં છુપાયો હોવાની બાતમી ATSને મળતા ઓપરેશન જુસબ અલ્હારખાન પાર પાડ્યું હતુ.
ગુજરાત ATSની 4 જાબાંઝ મહિલા PSI પર પ્રથમ વખત ફિલ્મ બનાવવામાં આવી રહીં છે.
WatchGujarat જૂનાગઢના માથા ફરેલા ગેંગસ્ટર જુસબ અલ્હારખાન ઉપર લૂંટ, હત્યા અને હત્યાના પ્રયાસના સંખ્યાબંધ ગુનાઓ નોંધાયેલા હતા. જુસબ માથા ફરેલો ગેંગસ્ટર છે અને તે પોલીસથી ઘેરાઇ જાય ત્યારે પોલીસ ઉપર પણ હુમલો કરતા અચકાતો ન હતો. અને તે પોતાની પાસે કાયમ હથિયાર રાખતો હતો. જેથી પોલીસ ઉપર તે હુમલો કરે તેની પુરે પુરી શક્યતાઓ હતી. ગુજરાત પોલીસમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલથી લઇ અધિકારીઓની સંખ્યામાં વધારો થયો છે. સામાન્ય છાપ પ્રમાણે ગુજરાતી યુવતિઓ પડકારજનક કામ પંસદ કરતી નથી, પણ હવે ગુજરાત પોલીસનો હિસ્સો બનેલી ગુજરાતી યુવતીઓએ આ માથા ફરેલા ગેંગસ્ટરને પકડી પાડવાનુ મહેણુ ભાંગ્યુ હતુ. જેમાં તેઓ સફળ પણ રહ્યાં હતા.
આ ઘટના ઉપર પ્રકાશ પાડવામાં આવે તો વર્ષ 2019ના મે મહિનામાં ગુજરાત એન્ટી ટેરેરિસ્ટ સ્કોડ દ્વારા જૂનાગઢના માથા ફરેલા ગેંગસ્ટર જુસબ અલ્હારખાનને પકડવાની તજવીજ શરૂ કરાઇ હતી. જુસબ ખૂબ જ શાતીર અને માથા ફરેલો હતો તે ATS જાણતી હતી.ATS ટીફ હિંમાશુ શુકલાએ આ ઓપરેશન પાર પાડવા માટે ગુજરાત ATSની ચાર મહિલા PSI સંતોક ઓડેદરા, નિતમિકા ગોહિલ, અરૂણા ગોહિલ અને સિમ્મી માલને જવાબદારી સોંપી હતી. જેથી આ ચારેય મહિલા પી.એસ.આઇએ જુસબને સોધી કાઢવા ચક્રોગતિમાન કર્યા હતા.
જુબસને શોધવા માટે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિક્લ સર્વેલન્સની ટીમની પણ મદદ લેવામાં આવી હતી. ઓપરેશ જુસબમાં ચાર મહિલા પી.એસ.આઇને મદદરૂપ થનાર પોલીસ ઇન્સપેકટર જીગ્નેશ અગ્રાવત પણ હતા. ગેંગસ્ટરની શોધખોળ ચાલી રહીં તે દરમિયાન જાણકારી મળી કે, જુબસ બોટાદના જંગલોમાં છુપાયેલો છે. આ માહિતીને આધારે ચારે મહિલા પોલીસ અધિકારી હથિયારો સાથે ઓપરેશન પાર પાડવા જંગલમાં ઘૂસી ગઇ હતી. જુસબ માથા ફરેલો રીઢો ગુનેગારો છે તે ઘેરાઇ જાય ત્યારે પોલીસ ઉપર પણ હુમલો કરતા અચકાતો ન હોવાનુ મહિલા અધિકારીઓ જાણતા હતા.
છતાં બેખોફ થઇ ગુજરાત ATSની ચાર જાબાંઝ મહિલા અધિકારીઓ જંગલમાં પહોંચી ગઇ હતી. તમામ તૈયારી સાથે જંગલમાં સર્ચ ઓપરેશન હાથ ધરી જુસબને શોધી કાઢ્યો હતો. પરંતુ જુસબને પોલીસ ઉપર હુમલો કરવાની તક મળે તે પહેલા જ હથિયારબંધ મહિલા પોલીસ અધિકારીઓએ તેને કાબુમાં લઇ લીધો હતો. જુસબ પકડાઇ ગયો હોવાના સમાચાર વહેતા થતાં જ જૂનાગઢ પોલીસ સહિત અનેક લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
ત્યારે આ સત્યા ઘટના પર પ્રથમ વખત ગુજરાત ATSની ચાર મહિલા પી.એસ.આઇ દ્વારા કરવામાં આવેલા આ કામગીરી ઉપર બોલિવુડ ફિલ્મના ડિરેકટર આશિષ આર મોહન ફિલ્મ બનાવવા જઇ રહ્યાં છે. અગાઉ આશિષ આર મોહને ગોલમાલ, ખેલાડી 786, ગોલમાલ રિટર્ન્સ સહિત ઘણી ફલિમો બનાવી છે. સત્યા ઘટના પર આધારિત એક્શન-થ્રિલર ફિલ્મની વાર્તા લેખક સંજય ચૌહાણની છે અને ફિલ્મનુ નિર્માણ વાકાઉ ફિલ્મસ (wakaoofilms) દ્વારા કરવામાં આવ્યું છે.