Gujarat Home Minister Harsh Sanghvi
Gujarat Home Minister Harsh Sanghvi

WatchGujarat. સૌથી નાની વયે ગૃહમંત્રી બનેલા મજુર વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવી હવે શહેરની નાની નાની બાબતો પર પણ અંગત ધ્યાન આપી રહ્યા છે. આવી જ એક ઘટના બની હતી જયારે સરદાર બ્રિજ પરથી એક મહિલાએ તાપી નદીમાં ઝંપલાવ્યું હતું. તે દરમ્યાન જ ગૃહમંત્રી હર્ષ સંઘવીનો કાફલો આ બ્રિજ પરથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે હર્ષ સંઘવીએ પોતાની ગાડીનો કાફલો ઉભો રાખીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને ફાયર વિભાગના અધિકારીઓને જાણ કરીને મહિલાને શોધવા માટે સૂચના પણ આપી હતી.

અડાજણ ફાયર સ્ટેશનના ઓફિસર ઈશ્વર પટેલના જણાવ્યા પ્રમાણે કોલ મળતાની સાથે જ ફાયર વિભાગની ટિમ દ્વારા તાપી નદીમાં શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જોકે પાણી ઓછું હોવાના કારણે મહિલા નદીમાં જોઈ શકાતી હતી. જેથી તાત્કાલિક જ ફાયરની ટિમ દ્વારા મહિલાને સલામત રીતે ભાર કાઢીને પ્રાથમિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

Gujarat Home Minister Harsh Sanghvi
Gujarat Home Minister Harsh Sanghvi

જોકે ઉડીને આંખે વળગે એવી વાત પહેલા એ જ હતી કે ગૃહમંત્રીએ આ ઘટનામાં અંગત રસ લઈને મહિલાને બચાવવા માટે ઘટતું કરવા જરૂરી સૂચનાઓ આપી હતી. આ પહેલા પણ અમદાવાદના બાળક ગુમ થઇ જવાની ઘટનામાં પણ તેઓએ પૂરતા પ્રયત્નો થકી બાળકના પરિવારજનોની ભાળ મેળવવા મહેનત કરી હતી. જ્યાં સુધી વાત આવે છે સુરતની તો ગૃહમંત્રી બન્યાના થોડા જ દિવસોમાં પાલિકાની વર્ષોની માંગણી એસ.આર.પી.જવાનોની ફાળવણી અંગે પણ તેઓએ તાકીદે નિરાકરણ લાવી આપ્યું હતું. અને પાલિકાને વર્ષો ઓછી એસ.આર.પી. જવાનોની ટિમ ડિમોલિશન કે ઢોર પકડવા મદદ માટે મળી છે.

જોકે આજે ચર્ચા એવી પણ છે કે સુરતની તાપી નદી પર અવારનવાર છલાંગ લગાવવાની ઘટના બનતી રહે છે. ત્યારે ગૃહમંત્રી હવે તાપી નદી પર બનેલા બ્રિજ પર ફેન્સીંગ લગાવવા માટે પણ કોઈ જરૂરી સૂચના આપે કે કાર્યવાહી કરાવે તો આવી ઘટના બનતી અટકાવી શકાય તેમ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud