• ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને રીવાબાની પુત્રી નિધ્યાનાબા આવતીકાલે 4 વર્ષ પૂર્ણ કરી પાંચમાં વર્ષમાં પ્રવેશ કરશે
  • કોઈ જરૂરિયાતમંદ પરિવારની આર્થિક સ્થિતિ સુધારવામાં મદદરૂપ બનો – રીવાબા જાડેજા

WatchGujarat. ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની દીકરી નિધ્યાનાબાનાં જન્મદિવસની અનોખી ઉજવણી કરાઈ છે. આવતીકાલે 8 જૂનના રોજ નિધ્યાનાબા 4 વર્ષનાં થઈ રહ્યા છે. જે અંતર્ગત જાડેજાનાં પત્ની રીવાબાએ પોસ્ટ ઓફિસમાં ગરીબ પરિવારની 5 દીકરીઓનું રૂ. 10-10 હજારનું બચત ખાતુ ખોલાવી આપ્યું છે. આ પહેલા પણ રિવાબાએ લગ્નનાં 5 વર્ષ પુરા થવા નિમિતે જામનગર જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત 21માં સમૂહ લગ્નમાં 34 કન્યાઓને 4-4 સોનાનાં ખડગ ભેંટ આપ્યા હતા.

આ અંગે રિવાબાએ સોશિયલ મીડિયાનાં માધ્યમથી જણાવ્યું હતું કે, અમારા લાડલા દીકરીબા નિધ્યાનાબા આવતીકાલે 8 જૂનના રોજ 4 વર્ષ પૂર્ણ કરી પાંચમા વર્ષમાં પ્રવેશ કરવા જઇ રહ્યા છે. આ ખુશીના પ્રસંગે મેં ગરીબ પરિવારોની 5 દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે પોસ્ટ ઓફિસમાં તેમના નામે એકાઉન્ટ ખોલાવ્યું છે. અને આ દરેક દીકરીઓના એકાઉન્ટમાં રૂ. 10-10 હજારની નાનકડી રકમ જમા કરાવી છે.

વધુમાં તેમણે લોકોને અપીલ કરતા કહ્યું હતું કે, મારી આપ સૌને પણ વિનંતી છે કે, જ્યારે પણ આપનાં ઘરમાં કોઇ શુભ પ્રસંગ આવે ત્યારે તમારી એ ખુશીને વધારવા માટે કોઈ જરૂરિયાતમંદ પરિવારની આર્થિક સ્થિતિ સુધારવામાં મદદરૂપ બનો. આપણા તરફથી કરેલી નાનકડી મદદ જે-તે પરિવારની આર્થિક સ્થિતિ સુધારવાની સાથે તમારા સારા પ્રસંગને વધુ ઉજળો બનાવી શકે છે. સાથે જ આમ કરીને સમાજ સેવાનું નાનકડુ ઉદાહરણ પણ આપણે આપી શકીએ છીએ.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud