• શિવલિંગ ઉપર બનાવેલ શિખરના પતરા વાવાઝોડાના કારણે ઉખડીને પડ્યા
  • ઘૂઘવાતા મારતા અરબી સમુદ્ર અને તૌકતે વાવાઝોડાના સુસવાતા સાથે ગાજવીજનો સામે આવેલો વિડીયો

WatchGujarat. જંબુસર તાલુકાના કાવી-કંબોઈ સ્થિત સ્તંભેશ્વર તીર્થ સ્થાને તૌકતે વાવાઝોડું પર્ટી કલાકે 110 કિમી ની ઝડપે ફૂંકાતા સ્વયંભૂ શિવલિંગ ઉપર લગાવેલા શિખરના પતરા ઉડીયા હતા. ઘૂઘવાતા મારતા અરબી સમુદ્ર વચ્ચે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતા દરિયામાં વિઝીબિલિટી પણ ધૂંધળી બની ગઈ હતી.

ભરૂચ જિલ્લાના દરિયા કાંઠે તૌકતેનું વિનાશક મંજર જોવા મળી રહ્યું છે. અરબી સમુદ્રમાં જંબુસર, વાગરા અને હાંસોટની દરિયાઈ પટ્ટી પર 110 કિલોમીટરની ઝડપે વાવાઝોડું સથવારે વરસાદ વરસતા ભયાવહ દ્રશ્યો જોવા મળ્યા હતા. તોફાની બનેલા દરિયામાં જંબુસરના દરિયા કાંઠે સ્થિત કાવી-કંબોઈ સ્તંભેશ્વર તીર્થ સ્થાને પતરા, . નળીયા ઉડવા અને વૃક્ષો ધરાશયી થયા હતા.

જ્યાં દરિયા દેવ સ્વયંભૂ સામે ચાલીને સ્તંભેશ્વર દાદાને જળાભિષેક કરવા આવે છે તે ગુપ્ત સ્થળે વાવાઝોડાના પગલે સ્વયંભૂ શિવલિંગના શિખરને નુકશાની પોહચી છે. તોફાની પવનોએ શોવલિંગ ઉપર ₹50 લાખના ખર્ચે બનાવેલા શિખરના પતરા હવામાં દૂર સુધી ફંગોળી દીધા હતા.

કાવી-કમ્બોઈ દરિયા કિનારે તૌકતેના તુફાન વચ્ચે દરિયાના ગાંડા બનેલા મોજા, વરસાદ અને ભયાવહ વાવાઝોડાના અવાજ વચ્ચે નજારો બિહામણો ભાસતો જોવા મળ્યો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud