- રવિનેદ્ર જાડેજાને ગોલ્ડન તલવાર તો મહેન્દ્રસિંહ ધોનીને મળી ગોલ્ડન કેપ


આઇપીએલ શરૂ થાય તે પહેલા ચેન્નઇ સુપર કિંગ્સ ટીમે એવોર્ડ સમારોહ રાખ્યો હતો. જેમાં ચેન્નઇ ટીમના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીને
(Mahendra Singh Dhoni) ગોલ્ડન ટોપી આપવામાં આવી હતી તો ગુજ્જુ ખેલાડી રવિન્દ્ર જાડેજાને (Ravindra Jadeja) ગોલ્ડન તલવાર આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા.તમને જણાવી દઇએ કે ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનમાં પહેલી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સનો સામનો ચેન્નઇ સુપર કિંગ્સ કરશે. ચેન્નઇ ટીમ અત્યાર સુધીમાં કુલ ત્રણવાર ચેમ્પિયન બની છે. ચેન્નઇ દ્વારા યોજાયેલા આ એવોર્ડ સમારોહમાં ચેન્નઇ ટીમના સુકાની ધોનીને તેના શાનદાર પ્રદર્શન માટે એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા હતા. ચેન્નઇ ટીમના સન્માન સમારોહનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
રવિન્દ્ર જાડેજાને દુબઈમાં CSK દ્વારા રજવાડી તલવાર આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું છે . તે એકમાત્ર ભારતીય ખેલાડી છે જે IPL માં 100 થી વધુ વિકેટ અને 1900 થી વધુ રન કર્યા છે. #watchgujarat #IPL2020 pic.twitter.com/BWgEICzeev
— Watch Gujarat (@WatchGujarat) September 17, 2020
ગોલ્ડન તલવારથી થયું જાડેજાનું સન્માન
જામનગરના ગુજ્જુ બોય ટીમના ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાને સફળ સ્પિનર તરીકે ગોલ્ડન તલવાર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા જાડેજાએ સૌથી પહેલા તેને મળેલી ગોલ્ડન તલવાર એવોર્ડ પોતાના સોશિયલ મીડિયામાં શેર કરીને જાડેજાના ચાહકોને ખુશ ખબર આપી હતી.
શેન વોટશન અને બ્રાવોનું પણ થયું સન્માન
ટીમના અન્ય એક કાંગારૂ ઓલરાઉન્ડર શેન વોટશનને પણ શાનદાર બોલીંગ અને બેટીંગના પ્રદર્શનને પગલે સન્માનીત કરવામાં આવ્યો હતો. તો ડ્વોન બ્રાવોને ટી20 ક્રિકેટમાં 500 વિકેટ પુરા કરવા બદલ સન્માન કરવામાં આવ્યો હતો.