બનાવ બન્યો ત્યારે સગીરા આવે તે પહેલા જ તમામ આરોપીઓ ઘરમાં હાજર હતાં.
મિલન ભાટીયાએ પોતાના મોબાઈલ ફોનમાં સગીરાની રૂમમાં હાજરી હોવાનું રેકોર્ડિંગ કર્યું હતું.
આરોપીઓએ વીડિયો ઉતારી મોબાઇનુ સીમકાર્ડ તોડી નાખ્યુ હતુ.
જામનગર. સગીરા પર ગેંગરેપની ઘટનામાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં દુષ્કર્મ પહેલા આ આરોપીઓએ સગીરાનો એક વીડિયો પણ ઉતાર્યો હોવાનું સામે આવ્યું છે. આરોપીઓના મોબાઈલની તપાસમાં આ હકીકત સામે આવી છે. જોકે આરોપીએ મોબાઈલનું સીમકાર્ડ તોડી નાખ્યું હોવાથી FSL દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જેમાં હજુ પણ કેટલાક મહત્વનાં ખુલાસાઓ થવાની સંભાવના છે.
જામનગરમાં ગેંગરેપની ઘટનાને લઈ સમગ્ર રાજ્યમાં રોષ વ્યાપી રહ્યો છે. આ ઘટનાના ચારેય આરોપીઓ ઝડપાઇ ગયા છે. ચોથા ફરાર આરોપીને પણ સોમવારે વહેલી સવારે પોલીસે ખંભાળિયાથી ઝડપી પાડ્યો હતો. ત્યારે આ જધન્ય અપરાધ કરનાર આરોપીઓ પૈકી એકનાં મોબાઇલમાં તરૂણીની હાજરી દર્શાવતો વીડિયો પણ મળ્યો છે.
ઝડપાયેલા ચાર આરોપીઓ પૈકી મિલન ભાટીયાએ પોતાના મોબાઈલ ફોનમાં સગીરાની રૂમમાં હાજરી હોવાનું રેકોર્ડિંગ કર્યું હતું. જે દિવસે બનાવ બન્યો ત્યારે સગીરા આવે તે પહેલા જ તમામ આરોપીઓ ઘરમાં હાજર હતાં. અને મિલને સગીરા પણ ત્યાં હાજર હોય તેવું વીડિયો રેકોર્ડિંગ કર્યું હતું. જેથી પોલીસે મિલનનો મોબાઈલ ફોન કબ્જે કરી લીધો છે.
જો કે પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન આરોપી મિલને પોતાના મોબાઈલ ફોનની અંદર રહેલું સીમ કાર્ડ વગેરે તોડી નાખ્યાનું સામે આવ્યું છે. હાલ તો પોલીસે બધા આરોપીઓનાં મોબાઇલ કબ્જે કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યા છે. અને અગાઉ ઝડપાયેલા ત્રણ આરોપીઓમાંથી એકનાં રિમાન્ડ મંજુર થયા છે. હજુ બાકીના આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા બાદ થનારી પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
- બનાવ બન્યો ત્યારે સગીરા આવે તે પહેલા જ તમામ આરોપીઓ ઘરમાં હાજર હતાં.
- મિલન ભાટીયાએ પોતાના મોબાઈલ ફોનમાં સગીરાની રૂમમાં હાજરી હોવાનું રેકોર્ડિંગ કર્યું હતું.
- આરોપીઓએ વીડિયો ઉતારી મોબાઇનુ સીમકાર્ડ તોડી નાખ્યુ હતુ.