• વાંદરવેલી ગામના વળાંક પાસે સર્જાયેલા અકસ્માતમાં ઇકો પલટી મારી રોંગ સાઈડ કોતરની ખાડીમાં ખાબકી
  • સ્થળ પર એક યુવતીએ દમ તોડ્યો અન્ય 4 નું સારવાર વેળા મોત
  • ઇજાગ્રસ્તો અને મૃતકોને નેત્રંગ CHC તેમજ રાજપીપળા સિવિલમાં ખસેડાયા
  • નેત્રંગ પોલીસે ઘટના અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી અકસ્માત સર્જક વાહન ચાલકની તપાસની તજવીજ આરંભી

WatchGujarat. ઝઘડિયા બ્રિટાનિયા કંપનીમાંથી છૂટી ઘરે જઈ રહેલી યુવતીઓની ઇકો કારને નેત્રંગ-મોવી રોડ પર વાંદરવેલી વળાંક પાસે ટ્રકે અડફેટે લીધી હતી. અકસ્માતમાં ઇકો રોંગસાઈડ પલટી મારી કોતરની ખાડીમાં ખબકતા 5 યુવતીઓના મૃત્યુ થયા છે. જ્યારે અન્ય 7 યુવતી સહિત ડ્રાઈવરને ઇજાઓ પોહચી હતી.

બુધવારે ઝઘડિયા GIDC માં આવેલી બ્રિટાનીયા કંપનીમાં નોકરી પુરી થતા 13 જેટલી યુવતીઓ ઇકો કારમાં બેસી ઘરે જઈ રહી હતી. ઇકો કારના ચાલકે GIDC માં આવેલા CNG પંપ પરથી ગેસ પુરાવી વટારીયા વાળા રસ્તે નેત્રંગથી મોવી તરફ જઇ રહ્યો હતો.

દરમિયાન વાંદરવેલી ગામના વળાંક પાસે સામેથી આવતી ટ્રકે ઇકો કારને ટક્કર મારી હતી. અકસ્માતને પગલે ઇકોમાં સવાર યુવતીઓની ચિચિયારીઓ વચ્ચે કાર રોંગસાઈડ કોતરના ખાડામાં ખાબકી પલટી મારી ગઈ હતી.

અકસ્માતના પગલે જોતજોતામાં માર્ગ પરથી પસાર થતા વાહન ચલકો અને ગ્રામજનોના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા. 108 અને પોલીસને જાણ કરાતા  નેત્રંગની 2 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે આવી ગઈ હતી.

જોકે સ્થળ પર જ 1 યુવતીએ દમ તોડી દીધો હતો. ઇજાગ્રસ્તોને બહાર કાઢી નેત્રંગ CHC અને રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર મળે તે પેહલા જ અન્ય 4 યુવતીઓના પણ મૃત્યુ નિપજ્યા હતા. ઇકો ચાલક સહિત ઇજાગ્રસ્ત અન્ય 7 યુવતીઓની સારવાર હાલ ચાલી રહી છે.

નેત્રંગ પોલીસે અકસ્માત સંદર્ભે અકસ્માત સર્જી નાસી છૂટેલા અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધવાની તજવીજ સાથે તપાસ શરૂ કરી હતી. જ્યારે મૃતકો અને ઇજાગ્રસ્તોના નામ મેળવી તેમના પરિજનોને જાણ કરવાની કવાયત હાથ ધરી હતી.


આકસ્માતમાં મૃત્યુ પામનાર આદિવાસી યુવતીઓ

જોશનાબેન સુનીલાલ વસાવા (ઉ.વ.18 રહે.પલસી, તા.નાંદોદ)
– સૈનિકાબેન કેસૂરભાઈ વસાવા (ઉ.વ.21, રહે.મોવી, તા.નેત્રંગ)
– પ્રવીણાબેન જેઠાભાઈ વસાવા (ઉ.વ.18, રહે.મોવી, તા.નેત્રંગ)
– તીરસ મોહનસિંગ વસાવા (ઉ.વ.21, રહે.મોતીયા, તા.નેત્રંગ)
– ચંદ્રિકા હરેશભાઈ વસાવા (ઉ.વ.22, રહે.બીલાઠા, તા. નેત્રંગ)

અકસ્માતમાં 10 ઇજાગ્રસ્તો

પ્રહલાદ મોહન વસાવા, શર્મિલા પ્રહલાદ વસાવા, ગંગાબેન નરપતભાઈ વસાવા, જમનાબેન નરપતભાઈ વસાવા, નયનાબેન મગનભાઈ વસાવા, ચંદ્રિકાબેન રમેશભાઈ વસાવા, વિશનાબેન મહેન્દ્રભાઈ વસાવા, સેજલબેન ભુપેન્દ્રભાઈ વસાવા, શારદાબેન ભુપેન્દ્રભાઈ વસાવા, ઈકો ગાડીનો ચાલક દિલીપભાઈ વસાવા

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud