• યુવાનો ડૂબી જવાની વાત ગામમાં પ્રસરતા શોકનું મોજું
  • પોલીસ, ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓની ટીમની શોધખોળ છતાં કોઈ પત્તો નહિ
Gujarat, Narmada fishermen missing
Gujarat, Narmada fishermen missing

WatchGujarat. ઝઘડિયા તાલુકાના અશા ગામે માછીમારી કરવા ગયેલા ગામના બે યુવાનો નર્મદા નદીમાં વહેણ વધતા શુક્રવારે તણાયા હતા. ઘટનાના બીજા દિવસે પણ ફાયર ફાઈટરો અને સ્થાનિક તરવૈયાની ટીમની શોધખોળ છતાં યુવાનોની કોઈ ભાળ મળી નથી. ઝઘડિયા તાલુકાના અશા ગામે શુક્રવારે નર્મદા નદીમાં સંજય રામુ વસાવા અને મંગા ઇશ્વર દેવીપૂજક નામના બે યુવાનો માછીમારી કરવા ગયા હતા.

બન્ને યુવાનો નર્મદા નદીમાં માછીમારી કરી રહ્યા હતા દરમિયાન નદીમાં એકા એક પાણીનું વહેણ વધી ગયું હતું. જોતજોતામાં માછીમારી કરતા બન્ને યુવાનો નદીના તેજ પ્રવાહમાં તણાવા લાગ્યા હતા. અશા ગામના બન્ને યુવાનો તણાયા હોવાની જાણ ગ્રામજનો અને પરિવારજનોને થતા તેઓ નદી કિનારે દોડી આવ્યા હતા. ઘટના અંગે ઉમલ્લા પોલીસ પહોંચી હતી અને સ્થાનિક તરવૈયાઓ તેમજ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તણાયેલા બન્ને યુવાનોની શોધખોળ હાથ ધરાઈ હતી.

જોકે અંધારું અને રાત પડી જતા શોધખોળ અટકવાઈ હતી. શનિવારે ફરી સવારથી જ નદીમાં લાપતા બનેલા બને યુવાનોને શોધવા ફાયર બ્રિગેડ અને તરવૈયાઓ કામે લાગ્યા હતા. જોકે તણાયેલા યુવાનોનો શનિવારે પણ કોઈ પત્તો લાગ્યો નથી.

ગામના જ બે યુવાનો નર્મદા નદીમાં તણાઈ જતાં અશા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હાલ તો ઉમલ્લા પોલિસને સાથે રાખી આ તણાયેલા બંને યુવાનોની શોધખોળ સ્થાનિક તરવૈયાઓ તેમજ ઝઘડિયાના ફાયર ફાઈટરની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud