WatchGujarat. રાજ્યમાં લોકડાઉનમાં મળેલી છુટછાટ બાદ ફરી રોડ અકસ્માતની ઘટનાઓ સતત સામે આવી રહી છે. ત્યારે ગુરુવરે જુનાગઢ સોમનાથ રોડ ઉપર બાઇક અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક કોંગ્રેસી મહિલા સભ્ય અને તેમના દીયરનું મોત નિપજ્યું છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અકસ્માતની કરુણતા એ હતી કે, કોંગ્રેસનાં મહિલા સભ્યનો મૃતદેહ ટાયરમાં જ ફંસાયો હતો. જેને સ્થાનિકોની મદદથી મહામહેનતે બહાર કાઢી પોલીસે બંન્ને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, ગુરુવારનાં જૂનાગઢ સોમનાથ હાઇવે પર ગળદર ચોકડી નજીક પુરપાટ ઝડપે આવતા એક ટ્રકે બાઇકને અડફેટે લીધી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇકમાં બેઠેલી મહિલા અને બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. અને મહિલાનો મૃતદેહ ટાયરમાં ફંસાઈ ગયો હતો. જે મહામહેનતે બહાર કાઢ્યો હતો. પોલીસે હાલ તો આ મામલે અકસ્માત સર્જી નાસી છૂટનાર ટ્રક ચાલકને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા અનુસાર, મૃતક મહિલા માંગરોળ નગરપાલિકા કોંગ્રેસનાં સભ્ય કાંતાબેન ગોહિલ અને તેમના દિયર દિનેશ રામજીભાઇ ગોહિલ હોવાનું સામે આવ્યું છે. આ બંને માંગરોળ સામાજીક કામ માટે બાઇક પર બેસી માળિયા હાટીનાં જતા હતા. દરમિયાન ગળોદર ચોકડી પાસે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકે બાઇકને અડફેટે લેતા મહિલાનો મૃતદેહ ટ્રકના ટાયરમાં ફસાઇ ગયો હતો. જ્યારે ટક્કરે ફંગોળાયેલા યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.