• કરજણ ટોલનાકા નજીક આવેલા લકોદરા ગામે આવેલી ઇસ્કોન પેપર મીલ
  • સાંજ 7 વાગ્યાના અરસામાં અચાનક પેપર મીલમાં ભીષણ આગ ફાટી નિકળી
  • પેપરમાં મીલ કામગીરી ચાલુ હોય તે સમયે આગની ઘટના બની હતી.
  • કરજણ, વડોદરા અને પાદરાથી 6 ફાયર ફાઇટરોની ટીમે આગ પર કાબુ મેળવવા પહોંચી
  • આ સમાચાર લખાઇ રહ્યાં છે તેની થોડી મિનિટો પહેલાનો આ વિડિઓ છે.

WatchGujarat. કરજણ સ્થિત ટોલનાકા નજીક આવેલી ઇસ્કોન પેપર મીલમાં મોડી સાંજે અચાનક આગ લાગી હતી. અચાનક લાગેલી આગે વિક્રાળ સ્વરૂપ ધારણ કરી લેતા આખી મીલ આગની ઝપેટમાં આવી હતી. બનાવની જાણ ફાયર બ્રીગેડના કરાતા મેજર કોલ જાહેર કરી વડોદરા અને પાદરી ટીમો પણ સ્થળ પર પહોંચી હતી. જોકે આગ એટલી વિક્રાળ છે કે તેની ઉપર કાબુ મેળવવો ફાયરના લાશ્કરો માટે મુશકેલી બન્યો છે. જેથી મોડી રાત સુધી આગ પર કાબુ મેળવાની કામગીરી ચાલે તેવી પુરી શક્યતા છે.

બનાવ અંગે ફાયર બ્રીગેડના સૂત્રોએ જણાવ્યું કે, સાંજે 7 વાગ્યાની આસપાસ કરજણ ટોલનાકા નજીક આવેલા લકોદરા ગામ સ્થિત આવેલી ઇસ્કોન પેપર મીલાં આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. જોકે કોલ મેજર હોવાથી કરજાણ અને વડોદરા તેમજ પાદરાથી ફાયર બ્રીગેડની કુલ 6 જેટલી ગાડીઓ તાત્કાલીક સ્થળ ઉપર રવાના કરવામાં આવી હતી. જોકે ઘટનાને 3 કલાક કરતા વધુ સમય વિતિ ગયો છે, છતાંય હજી પેપર મીલમાં લાગેલી ભીષણ આગ પર કાબુ મેળવાયો નથી.

ફાયર બ્રીગેડના લાશ્કરોનુ કહેવુ છે કે, ઇસ્કોન પેપર મીલમાં લાગેલી આગને ફાયર વિભાગ તરફથી મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. મીલમાં લાગેલી ભીષણ આગ પર કાબુ મેળવવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહીં છે. પરંતુ વિક્રાળ સ્વરૂપ ધારણ કરેલી આગ પર કાબુ મેળવવાની કામગીરી મોડી રાત અથવા તો આખી રાત ચાલે તેવી શક્યતા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud