વડોદરા. ગુજરાત વિધાનસભાની કરજણ બેઠકની પેટાચૂંટણીમાં બપોરે 2 વાગ્યા સુધીમાં કરજણ બેઠક પર 40.64 ટકા મતદાન થયું છે.આ ઉપરાંત ચૂંટણી પંચના નિરીક્ષકો દ્વારા વિવિધ મતદાન મથકોની મુલાકાત લઈ મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે.

ગુજરાત વિધાનસભાની કરજણ બેઠકની પેટાચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઇ ગયું હતું. બપોરે 2 વાગ્યા સુધીમાં કરજણ બેઠક પર 40.64 ટકા મતદાન થયું છે.કજરણના ભરથાણા ગામના બુથ નં-89 ઉપર કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાએ મતદાન કર્યું હતું. આ ઉપરાંત ભાજપના ઉમેદવાર અક્ષય પટેલે પણ મતદાન કર્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા બેઠકના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી,કરજણ પાસેથી મળેલી જાણકારી અનુસાર દર બે કલાકે મતદાનમાં પ્રગતિ(પ્રોગ્રેસિવ)ના આંકડા આપવામાં આવ્યા જે નીચે પ્રમાણે છે : અંદાજિત આંકડા છે.

બેઠકના કુલ મતદારો

 • પુરુષ  104847
 • સ્ત્રી  99773
 • અન્ય 013
 • કુલ 204633

સવારના 7 થી 9 નું મતદાન

 • પુરુષ  7670
 • સ્ત્રી  3112
 • અન્ય 0
 • કુલ  10782

ટકાવારી

 • પુરુષ  7.32 %
 • સ્ત્રી  3.12 %
 • અન્ય 0
 • કુલ  5.27 %

સવારના 7 થી 11નું મતદાન

 • પુરુષ 28051
 • સ્ત્રી 18921
 • અન્ય 0
 • કુલ 46972

ટકાવારી

 • પુરુષ 26.75 %
 • સ્ત્રી 18.96 %
 • અન્ય 0
 • કુલ 22.95 %

સવારના 7 થી બપોરના 1 વાગ્યા સુધીનું મતદાન

 • પુરુષ 45946
 • સ્ત્રી 37029
 • અન્ય 0
 • કુલ 83155

ટકાવારી

 • પુરુષ 43.82 %
 • સ્ત્રી 37.29 %
 • અન્ય 0
 • કુલ 40.64 %

આમ,મતદાનના પ્રથમ 6 કલાક દરમિયાન 40.64 અંદાજિત મતદાન થયું  હતુું.

ચૂંટણી પંચના નિરીક્ષકો એ મતદાન પ્રક્રિયાનું કર્યું નિરીક્ષણ

કરજણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને અનુલક્ષીને ભારતના ચૂંટણી પંચે ચૂંટણી પ્રક્રિયા નિયમાનુસાર હાથ ધરાય તેના સતત નિરીક્ષણ માટે મહા નિરીક્ષક તરીકે જટા શંકર ચૌધરીની અને ખર્ચ નિરીક્ષક તરીકે અભય કુમારની નિયુક્તિ કરી હતી. જેમણે અત્રે રોકાણ કરીને ચુનાવી પ્રક્રિયા અને પૂર્વ તૈયારીઓનું સઘન નિરીક્ષણ કર્યું હતું. આ બંને ઉચ્ચ અઘિકારીઓ એ આજે બેઠકના ક્ષેત્રમાં વિવિધ મતદાન મથકોની મુલાકાત લઈને કોરોના ગાઈડ લાઈનના પાલન સહિતની બાબતો નું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud