• મહિલા પોલીસે વિરોધ કરી રહેલી સ્થાનિક મહિલાને પકડી દૂર કરવા જતાં અમને મારી નાખો કહી મહિલા અર્ધનગ્ન થઈ
  • કેવડિયા ગામની મહિલાઓએ SOU, નર્મદા નિગમ અને પોલીસ અધિકારીઓ વિરુદ્ધ માનવ અધિકાર પંચને કરી ફરિયાદ
  • નર્મદા નિગમના અધિકારીઓ જમીનનો સર્વે કરી રહ્યા હતા, આદીવાસીઓનાએ આવી સર્વે કામગીરી બંધ કરાવતા પોલીસ ફરિયાદ

WatchGujarat. કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં અગાઉ તાર-ફેનસિંગ કામગીરી મામલે નર્મદા નિગમ અને સ્થાનિક આદિવાસીઓ વચ્ચે વિરોધ વિવાદ વધતા સરકારે તાર-ફેનસિંગની કામગીરી બંધ રાખી હતી.

નર્મદા નિગમના અધિકારીઓએ ફરી કેવડિયા વિસ્તારની જમીનનો સર્વે શરૂ કરતાં 15 થી 20 જેટલા આદિવાસીઓએ કામગીરી બંધ કરાવવાનો પ્રયત્ન કર્યો હતો. અધિકારીઓ, પોલીસ અને સ્થાનિક આદિવાસીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. મહિલા પોલીસે કામગીરી અટકાવવા આવેલ સ્થાનિક મહિલાઓ ને પકડી દૂર ખસેડવાની કોશિશ કરતા 2 મહિલા રોષે ભરાઈ અમને મારીનાખો કહી એક મહિલાએ પોતાની સાડી ઉતારી નાખતા મામલો ભારે તંગ બની ગયો હતો. તુરંત જ મહિલા પોલીસે મહિલાને ફરી સાડી ઓઢાવવાની કોશિશ કરી હતી. મામલો વધુ ગરમાતા પોલીસે આખરે ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની ફરજ પડી હતી.

નર્મદા નિગમના અધિકારીઓ પોલીસ પ્રોટેક્શન સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના કેવડિયામાં પોતાની જમીનના સર્વે નંબર 449 માં સર્વેની કામગીરી કરી રહ્યા હતા. કેવડિયા ગામના રેવજી ઉક્કડ તડવી, પ્રવીણ રેવજી તડવી અને મહિલાઓ સહિત 15 થી 20 જેટલા સ્થાનિક આદિવાસીઓના ટોળાએ ત્યાં આવી અધિકારીઓ સામે રોષ વ્યકત કરી સર્વે કામગીરી બંધ કરાવવાનો પ્રયત્ન કર્યો હતો.

દરમિયાન એક યુવાન અને 60 વર્ષની એક વૃદ્ધ મહિલાએ અધિકારીઓ સામે અર્ધનગ્ન થઈ જઈ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. કેવડિયા મહિલા પોલીસ હાજર હોવાથી મામલો માંડ માંડ થાળે પડ્યો હતો. નર્મદા નિગમના અધિકારી યોગેશ રાજેન્દ્ર ચૌધરીએ એ ટોળા વિરુદ્ધ કેવડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

બીજી તરફ આદિવાસી મહિલાએ સરદાર સરોવર નર્મદા નિગમના વહિવટીદાર નિકુંજ પરીખ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેકટર રૂષિત ભટ્ટ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના મામલતદાર પાર્થ જયસ્વાલ, કેવડિયાના ડી.વાય.એસ.પી વાણી દુધાત, કેવડિયા પી.આઈ પી.ટી.ચૌધરી, પી.એસ.આઈ રાઠવા, જમાદાર ઉમેશ પરીખ, નાયબ કાર્યપાલક ઈજનેર યોગેશ ચૌધરી વિરુદ્ધ ગુજરાત રાજ્ય પોલીસ વડા, ગુજરાત માનવ અધિકાર પંચ અને મહિલા અયોગને આ ઘટના મામલે લેખિત ફરિયાદ કરી છે.

નર્મદા ડેમથી 8 KM દુર અમારી જમીન સંપાદિત કરી કોઈ સહાય કે વળતર અપાયું નથી, 50 થી 60 પોલીસ સાથે ઘુસી અમારી જમીનમાં કબજો જમાવવાની કોશિશની રાવ

આદિવાસી મહિલાએ રોષ સાથે કહ્યું હતું કે, સરદાર સરોવર નિગમ અને નર્મદા પ્રોજેકટના નામે જમીન સંપાદિત કરી અમને, અમારા સસરાને કે એમના પિતાને કોઈ પણ આર્થિક સહાય કે વળતર કે પછી ખેતી માટે જમીન આપી નથી.અમારી આ જમીન સરદાર સરોવરથી 8 કિમિ દૂર છે. આ જમીન ડુબમાં જતી નથી કે સરદાર સરોવર નિગમને કબજામાં લીધેલ નથી. અમે અત્યાર સુધી આ જમીન પર ખેતી કરતા આવ્યા છે. અમારી જમીનમાં 50-60 પોલિસ ટોળા સાથે ઘુસી જઈ રકઝક કરી જમીનમાં ગેરકાયદેસર કબજો જમાવવાની કોશિશ કરી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud