- તાજેતરમાં જ બ્લેક પેંથર કાલીને જુનાગઢ ઝુ થી લવાયો છે
- ઝાડ પર ચઢી જતી જંગલી કાળી બિલાડીના વિડીયોને એક પ્રવાસીએ મોબાઈલમાં કેદ કરી લીધો હતો
WatchGujarat SOU ખાતે જંગલ સફારીમાં જૂનાગઢ ઝૂ થી તાજેતરમાં જ લવાયેલા બગીરા-બ્લેક પેંથર પ્રવાસીઓમાં આકર્ષણ જમાવી રહ્યો છે. ઝાડ પર ચઢી રહેલી જંગલી કાળી બિલાડીના વાસ્તવિક જીવનનો એક વિડીયો પ્રવાસીએ કેદ કરી લેતા વાયરલ થઈ રહ્યો છે.
વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી SOU નિર્માણ બાદ 17 જેટલા પ્રોજેક્ટો નવા બન્યા જોકે તેમાં સૌથી વધુ જંગલ સફારી પ્રવાસીઓ માટે પસંદગીનું સ્થળ બન્યું છે. લોકડાઉન બાદ સૌથી વધુ પ્રવાસીઓ જંગલ સફારી ને પસંદ કરે છે અને વન વિભાગ દ્વારા પણ નવા નવા પ્રાણીઓ લાવવામાં આવે છે. તાજેતરમાં પ્રવાસીઓ ને આકર્ષવા માટે બ્લેક પેંથર અને હિપ્પો પોટેમસ લાવવામાં આવ્યા છે.
વિશ્વના મોટા નેચરલ સફારીમાંનું એક કેવડિયા સૌથી ઝડપી વિકસિત કરાયેલું છે. 375 એકર માં ફેલાયેલા જંગલ સફારી પાર્ક માં દેશ વિદેશથી 1500 જેટલા પશુ પક્ષીઓ રાખવામાં આવ્યા છે. નવા પ્રાણીઓમાં બ્લેક પેંથર અને હિપ્પો પોટેમસ જૂનાગઠ ઝૂ માંથી લાવવામાં આવ્યા છે. જયારે હવે વાઈલ્ડ ડોગ, ક્રોકોડાયલ પાર્ક પણ બનાવવામાં આવશે. જેમાં બહારથી મગર લાવવામાં આવશે. અને તે એક અનોખું આકર્ષણ બનશે.
જંગલ સફારીમાં નવા મહેમાનો નું આગમન થઇ રહ્યું છે. જે પ્રવાસીઓ ને વધુ આકર્ષણ જમાવશે. બ્લેક પેંથરનું નામ કાલી જંગલ બુક ના આધારે બગીરા રાખવામાં આવ્યું છે. કેવડિયા SOU માં વિકસિત જંગલ સફારી દેશ અને દુનિયાનો સૌથી ફાસ્ટ ટ્રેક પ્રોજેકટ છે જેમાં માત્ર 6 મહિનામાં જ જિયોલોજીકલ પાર્ક, બર્ડ એનવેરી, એક્ઝોટિક બર્ડ એનવેરી અને જંગલ સફારી વિકસાવવામાં આવી છે.
SOU જંગલ સફારીમાં પોતાનું વાસ્તવિક જીવન જીવતા બગીરા- બ્લેક પેંથર નો વૃક્ષ પર સડસડાટ ચઢતો વિડીયો વાયરલ બન્યો છે. કોઈ પર પ્રવાસીએ આ વીડિયો ઉતાર્યા બાદ તેને સરદાર સરોવર નર્મદા નિગમના MD એ પોતાના ટ્વીટર પર મૂકી PMO ને પણ ટેગ કરી લખ્યું છે, કે કેવડિયા જંગલ સફારીમાં જુઓ, બગીરા ની રિયલ લાઈફ.