• ભવિષ્યમાં ખુબસુરત કેવડિયા શહેરમાં માત્ર બેટરી આધારિત બસ, થ્રિ-ફોર વ્હીલર અને ટુ વ્હીલર જ દોડશે
  • વિશ્વ પર્યાવરણ દિને ઇન્ડિયા ગ્રીન ફ્યુચર અંગે વડાપ્રધાનનું દેશ જોગ સંબોધન

WatchGujarat. ભવિષ્યની તૈયારીઓ રૂપે ઇન્ડિયા ગ્રીન ફ્યુચર વિષય ઉપર વિશ્વ પર્યાવરણ દિવસે દેશને સંબોધતા વડાપ્રધાન PM નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, SOU ખુબસુરત કેવડિયા શહેર ભારતની ઇલેક્ટ્રિક વ્હિકલ સિટી બનશે. કેવડીયામાં ફક્ત બેટરી આધારિત બસો, કાર, થ્રિ વ્હીલર અને ટુ વ્હીલર સહિતના વાહનો જ દોડશે.

વિશ્વની વિરાટ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્થળ ગુજરાતનું ખુબસુરત કેવડિયા ભવિષ્યમાં ઇલેક્ટ્રિક વેહિકલ સિટી તરીકે સ્થાપિત થશે જે માટે કામગીરી ચાલી રહી હોવાનું શનિવારે વિશ્વ પર્યાવરણ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા ગ્રીન ફ્યુચર ઉપર વાત કરતા કહ્યું હતું.

કેવડિયા SOU ઝડપથી પ્રવાસન ક્ષેત્રે વિકસી રહ્યું છે જ્યાં રોજના સરેરાશ 10,000 થી વધુ લોકો મુલાકાત લે છે. દેશ અને દુનિયામાં ઝડપથી પ્રવાસન સ્થળ તરીકે ઉભરી રહેલા કેવડિયા SOU એ PM નો ડ્રિમ પ્રોજેકટ છે ત્યારે ભવિષ્યમાં ભારતની ઝીરો પ્રદુષણ  ઉતસર્જિત કરતું શહેર કેવડિયા બની રહેશે તેવો ખુદ સંદેશો પર્યાવરણ દિવસે પ્રધાનમંત્રી એ આપ્યો છે.

ઇન્ડિયા ગ્રીન ફ્યુચર અંગે વડા પ્રધાને તેમના લાંબાગાળાના વિઝન અંતર્ગત ક્લાઇમેટ ચેન્જ સામે લડવા માટે શૂન્ય ઉત્સર્જન મેળવવા ઉપર ભાર મુક્યો હતો. ભવિષ્યમાં બેટરી સંચાલિત બસો, ત્રણ અને ફોર વ્હીલર્સ, ટુ  વ્હીલર્સ

માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરાં કરીને વિશ્વની વિરાટ પ્રતિમા SOU ના મુકામ કેવડિયાને ઇલેક્ટ્રિક વ્હિકલ સિટી બનાવવાના પ્રોજેક્ટ વિશે વાત કરતા મોદીએ જણાવ્યું હતું કે, આ માટે કામગીરી ચાલી રહી છે અને ભવિષ્યમાં કેવડિયા ઇલેક્ટ્રિક સિટી બનતા માત્ર ઇલેક્ટ્રિક વાહનો જ ફરશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud