કોરોના વોરિયર્સ તરીકે હેલ્થ વર્કર પછી પોલીસ કર્મીઓને કોરોના વેક્સિનની રસી અપાશે
અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 1211 પોલીસ કર્મચારીને કોરોના થયો છે, તેમાંથી 1011ને રજા આપવામાં આવી
પોલીસ કર્મચારીના નામ અને મોબાઈલ ફોન નંબર સાથેની વિગતો સરકારમાં મોકલી આપવામાં આવનાર છે
WatchGujarat રાજ્યમાં દિન પ્રતિદિન કોરોનાના કેસો વધી રહ્યા છે. ત્યારે બીજી તરફ કોરોનાની વેક્સીન તૈયાર થયાબાદ કોને ક્યારે અપાશે તેની કાર્યવાહી ચાલી રહી છે. વૈશ્વિક કોરોના મહામારી સામેની લડાઈમાં ડૉક્ટર્સ, હેલ્થ વર્કર બાદ પોલીસ વોરિયર તરીકે કામ કરી રહી છે. ત્યારે કોવિડ વેક્સિન માટે પોલીસ કર્મચારીઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. ત્યારે પોલીસ કર્મચારીઓના નામ સાથે મોબાઈલ નંબરની એક યાદી સરકારમાં મોકલી આપવામાં આવે તેવો આદેશ રાજ્યના પોલીસ વડાએ કરી દીધો છે. રસીકરણ શરૂ થશે એટલે ક્યા સ્થળે અને ક્યારે રસી મુકી અપાશે તેની વિગતોનો મેસેજ જે-તે પોલીસ કર્મચારીને સીધો જ તેમના મોબાઈલ ફોન નંબર પર મોકલી આપવામાં આવશે. ગુજરાતના સવા લાખ પોલીસ કર્મચારીને ફ્રન્ટલાઈન વોરિયર ગણીને રસીકરણ કરવા માટે યાદી તૈયાર કરવામાં આવી રહી છે. #Ahemdabad #Police
હાલમાં કોરોનાગ્રસ્ત કોન્સ્ટેબલની સંખ્યા 104 થઈ ગઈ છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 1211 પોલીસ કર્મચારીને કોરોના થયો છે. તેમાંથી 1011ને રજા આપવામાં આવી છે. લોકો વચ્ચે રહીને કામ કરતાં મેડીકલ સ્ટાફ ઉપરાંત પોલીસને પણ કોરોના વોરિયર ગણીને કોરોના વેક્સિન અપાય તે માટે અગ્રતાક્રમ આપવામાં આવનાર છે. પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જણાવ્યું કે, અમદાવાદ શહેર પોલીસના કર્મચારીઓને ફ્રન્ટલાઈન વર્કર ગણીને વેક્સિનેશન માટે ડેટા તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે. #Ahemdabad
ગાંધીનગર ખાતેની ડીજીપી કચેરી દ્વારા ગુજરાતના અંદાજે 1.25 લાખ પોલીસ કર્મચારીને કોરોના વેક્સિનેશન આપવા માટે યાદી તૈયાર કરવાનો આદેશ આપી દેવામાં આવ્યાં છે. જેમાં અમદાવાદ સહિત રાજ્યના સવા લાખ પોલીસ કર્મચારીના નામ, સરનામા, પોલીસ સ્ટેશન અને મોબાઈલ ફોન નંબર સાથેની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. રસીકરણ શરૂ થશે એટલે દરેક પોલીસ કર્મચારીને તેમના મોબાઈલ ફોન ઉપર રસી ક્યારે, ક્યાં અને કેવી રીતે અપાશે. તેની વિગતો મોકલી આપવામાં આવશે. #Ahemdabad
More #Gujarat #Police Personnel #Corona Vaccine #Ahemdabad News