ફાયરિંગની ઘટનાઓ બની છે સામાન્ય
એક મહિનામાં ફાયરિંગની ત્રણ ઘટના બની
એક પછી એક 3 ઘટનાઓ સામે આવતા કાયદો વ્યવસ્થાને લઇને સવાલ ઉઠ્યા
અમદાવાદ. મિર્ઝાપુર અને સેક્રેડ ગેમ્સ જેવી વેબ સિરીઝથી પ્રભાવિત થઇ ગુજારત રાજ્યની યુવા પેઢી પણ બંદૂક સાથે રાખી ખુલ્લેઆમ ફાયરિંગ કરવાના રવાડે ચઢી છે. શહેરમાં એક પછી પિસ્તોલમાંથી ફાયરિંગ કરતા હોય તેવા વીડીયો સામે આવી રહ્યા છે. ત્યારે વટવામાં ભાજપ કાર્યકર ગોપાલ મહેરીયા દ્વારા જાહેરમાં ફાયરિંગ કરવામાં આવેલ વિડીયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. વિડીયો સોશ્યિલ મીડિયા પર વાયરલ થયાના ગણતરીના કલાકોમાં જ પોલીસે ગોપાલને દબોચી લીધો હતો.
https://twitter.com/watchgujarat/status/1329409360833949697?s=21
બે દિવસ અગાઉ જાહેરમાં ચાલુ કારમાં બંદૂક બતાવી લોકોમાં ડરનો માહોલ ઉભો કરનાર સાહિલ ભરવાડની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ દાણીલીમડા, મેઘાણીનાગર, બાપુનગરમાં જાહેરમાં ફાયરિંગ કરી અને બર્થડેમાં તલવારથી કેક કાપવાનો વીડિયો વાયરલ થયા હતા. તમામ આરોપીઓને ઝડપી પોલીસે કડક કાર્યવાહી કરી હતી. ત્યારે વટવામાં ગોપાલ મહેરીયા નામના યુવકે જાહેરમાં ફાયરિંગ કરી હોય તેવો વીડીયો સોશ્યિલ મીડિયામાં વાયરલ થયો હતો. વિડીયો વાયરલ થતા જ પોલીસે ગણતરીના કલાકોમાં જ ગોપાલની ધરપકડ કરી હતી. અને પુછપરછ હાથ ધરી હતી. પુછપરછ દરમિયાન ગોપાલ દીપાવલીના તહેવારમાં એરગનથી ફાયરિંગ કર્યું હોવાનું જણાયું હતું. આ ઉપરાંત તેની સાથે અન્ય કોણ સંડોવાયેલું છે. અને ગોપાલ મહેરીયા કોઈ રાજકીય પાર્ટી સાથે સંકળાયેલો છે કે નહીં તે બાબત તે પોલીસે તપાસ હાથ ધરી છે.
વટવા પોલીસે ગોપાલ મહેરીયા વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી છે. ફાયરિંગ સમયે હાજર વ્યક્તિ અને વીડિયો બનાવના તમામ લોકોની અંગે પોલીસ તપાસ કરશે. અત્રે ઉલ્લખનીય છે કે, અમદાવાદમાં છેલ્લા ટૂંક સમયમાં ફાયરિંગની ઘટનાના 4થી વધુ બનાવ સામે આવ્યા છે. તે જોતા ગુંડા તત્વોમાં પોલીસનો ડર ના હોય. અને પોલીસને ક્રાઇમ અટકાવવાની જગ્યાએ પોતાના હપ્તા ઉઘરાવવામાં વધુ રશ હોય તેમ લાગી રહ્યું છે.
- ફાયરિંગની ઘટનાઓ બની છે સામાન્ય
- એક મહિનામાં ફાયરિંગની ત્રણ ઘટના બની
- એક પછી એક 3 ઘટનાઓ સામે આવતા કાયદો વ્યવસ્થાને લઇને સવાલ ઉઠ્યા