શહેરના બોપલ વિસ્તારમાં આવેલી એક લેડીઝ બ્યુટી પાર્લરમાં બનેલી ઘટના
બપોરના સમયે પાર્લરની સંચાલીકા એકલી હતી ત્યારે એક પુરૂષ મહિલાનો વેશ ધારણ ધસી આવ્યો હતો.
વેસ પલ્ટો કરીને આવેલા શખ્સના અવાજ અને કપાળના ભાગે વાળ પરથી તેની ઓળખ છતી થઇ હતી.
CCTV ફૂટેજના આધારે પોલીસે ફરિયાદ ગુનો નોંધી વેશપલ્ટુ યુવકની શોધખોળ હાથ ધરી
WatchGujarat સાઉથ બોપલના બ્યુટી પાર્લરમાં કુર્તિ અને પ્લાઝો પહેરીને મહિલાના વેસમા પુરૂષ ઘુસી ગયો હતો. લેડીઝ પાર્લરની સંચાલીકાને એકલી જોઇ તે બોલ્યો અને અવાજ પરથી તેની ઓળખ છતી થઇ હતી. જોકે પાર્લરની સંચાલીકાએ તેને બહાર નિકળી વાત કરવાનુ કહેતા મોઢુ દબાવી દીધું હતુ. સમગ્ર બાબતે પાર્લરની સંચાલીકાએ બોપાલ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.
અમદાવાદ તાલુકાના ઘુમા ગામમાં પરિવાર સાથે રહેતી 33 વર્ષીય પરિણીતા સાઉથ બોપલમાં પોતાનુ બ્યુટી પાર્લર ધરાવે છે. નિત્યક્રમ પ્રમાણે રવિવારે 11 વાગ્યે તે પોતાના પાર્લર પર પહોંચ્યાં હતા. ત્યારે બ્યુટી પાર્લરમાં કામ કરતી યુવતિ હાજર હતી. દરમિયાન બે મહિલા ગ્રાહકો પણ પાર્લરમાં આવ્યાં હતા. જોકે તેઓ કામ પતાવી નિકળી ગયા અને પાર્લરમાં કામ કરતી યુવતિ કામ અર્થે બહાર ગઇ હતી. આ સમયે પાર્લરની સંચાલીકા એકલા હતા તેવામાં બપોરે 3 વાગ્યાની આસપાસ સફેદ કુર્તિ અને કાળા રંગનો પ્લાઝો પહેરી એક વ્યક્તિ પાર્લરમાં આવી પહોંચી હતી.
પાર્લરમાં આવેલી વ્યક્તિ પ્રથમ દ્રષ્ટીએ પહેરવેશ પરથી મહિલા જેવી લાગી રહીં હતી. પરંતુ પાર્લરમાં આવતા તેણે ટીવી જોઇ રહેલી સંચાલીકાને હિન્દીમાં કહ્યું “ મેરા એક કામ કરો” અવાજ સાંભળતા તે પુરૂષ હોવાનુ સંચાલીકાને જણાઇ આવ્યું હતુ. જેથી તેણીએ બહાર નિકળી વાત કરવાનુ કહેતા મહિલાના વેસમાં આવેલા પુરૂષે સંચાલીકાનો એક હાથ પકડી મોઢુ દબાવી દીધો હતો. જોકે સંચાલીકાએ બહાદુરીપૂર્વક તેનો સામનો કરી ધક્કો માર્યો અને વેસ પલ્ટુ પુરૂશ ત્યાંથી ફરાર થઇ ગયો હતો.
ઉપરોક્ત બનાવને પગલે બ્યુટી પાર્લરની સંચાલીકાએ તાત્કાલીક આ મામલે બાપોલ પોલીસનો સંપર્ક કર્યો હતો. જોકે આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલી CCTV કેમેરામાં કેદ થતાં પોલીસે આ મામલે મહિલાના વેસમાં આવેલા પુરૂષ વિરૂદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી.