આણંદના પેટલાદ ખાતે બનેલી ઘટનામાં પોલીસે 3 મહિલા સહીત 2 પત્રકાર મળી 6ની ધરપકડ કરી છે.
ડોકટરને સારવારના બહાને ઘરે બોલાવી મહિલા પોતાના કપડા કાઢી નિરવસ્ત્ર થઇ ગઇ હતી.
બોરસદના બે પત્રકારોએ પોલીસની ઓળખ આપી ડોકટર પાસેથી રૂ. 5 લાખની માગંણી કરી હતી.
ડોકટરને હની ટ્રેપમાં ફસાવી ટોળકીએ તાત્કાલીક સવા લાખ રૂપિયા પડાવી લીધા હતા.
ડોકટરે પેટલાદ પોલીસનો સંપર્ક કરતા એક્શનમાં આવેલી પોલીસે મહિલાઓ સહીત 6ની ધરપકડ કરી
પોલીસે તમામને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
આણંદ. પતિની સારવાર કરતા ડોકટરને હની ટ્રેપમાં ફસાવી મહિલા સહીત બે પત્રકારોએ રૂપિયા પડાવી લીધા હતા. જોકે સવા લાખ લીધા બાદ પણ પેટ ન ભરાતા ટોળકીએ વધુ રૂપિયાની ડોકટર પાસે માંગણી કરી હતી. જેથી ડોકટરે આ મામલે પેટલાદ પોલીસનો સંપર્ક કરતા રૂપિયા પડાવતી ટોળકીની ધરપકડ કરવામાં આવી હતી.
આણંદ. આ બનાવ અંગે પેટલાદના ડી.વાય.એસ.પી ડી.આર ભાટીયાએ માહિતી આપતા જણાવ્યું હતુ કે, પેટલાદ શહેરમાં રહેતા પ્રફુલ્લાબેન દરજીના પતિને સારણ ગાંઠનુ ઓપરેશન કરાવવાનુ હોવાથી દસ વર્ષ અગાઉ નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં તેમની સારવાર દરમિયાન પ્રફુલ્લાબેનનો સંપર્ક ડો. ધીરેન શાહ સાથે થયો હતો. ડો. ધીરેન શાહ દ્વારા પ્રફુલ્લાબેનના પતિનુ ઓપરેશન કર્યા બાદ તેઓ સ્વસ્થ થઇ ગયા હતા. ત્યારથી જ તેઓ અવાર નવાર પતિને હોસ્પિટલમા લઇ જતા ડોકટરના સંપર્કમાં આવ્યાં હતા.
દરમિયાન એક વર્ષ અગાઉ ગત તા. 29મીના રોજ ડો. ધીરેન શાહને પ્રફુલ્લાબેને ફોન કરી એક દર્દીની હાલત ખરાબ છે તેની સારવાર માટે ઘરે આવવુ પડશે. જેથી ડો. ધીરેન શાહએ કહ્યું હતુ કે, હું પેટલાદ સિવિલમાં આવીશ ત્યારે જોઇ લઇશ, ત્યારે પ્રફુલ્લાબેન ડોકટરો સંપર્ક કરી કહ્યું હતુ કે, પેશન્ટ પથારીવશ છે અને તેણે ઘરે જઇને ચેક કરવુ પડશે તેમ કહેતા ડોકટર તૈયાર થયા હતા. જેથી પ્રફુલ્લા અને તેની સાથેની હેતલ (અમદાવાદની અફરોજ સૈયદ) બન્ને ડોકટરની ગાડીમાં બેસી ગયા હતા.
ડોકટરની ગાડીમાં બેસી ગયા બાદ આસી ગામ પહોંચતા પ્રફુલ્લાએ ગાડી રોકાવી ડોકટરને પેશન્ટ આ ઘરમાં છે કહીં લઇ ગઇ હતી. ઘરમાં ગયા બાદ ડોકટરને બેસાડીને કહ્યું કે, હમણા પેશન્ટને લાવીયે છીએ કહીં પાણી લેવાના બહાને જતી રહીં હતી. ત્યારે ઘરમાં હાજર હેતલ ઉર્ફે અફરોજબાનુ સૈયદએ ઘરનો દરવાજો પોતાના કપડા કાઢી ડોકટર સાથે બિભત્સ વર્તન કરવાનુ શરૂ કર્યું હતુ. દરમિયાન ત્રણ શખ્સો ઘરનો દરવાજો ખોલી અંદર આવી પહોંચ્યાં હતા અને ડોકટરને બળાત્કાર કરો છો કહીં ધમકાવી તમને ફસાવી દઇશું ભરાવી દઇશું કહીં પોતે પોલીસ તરીકેને ઓળખાણ આપી હતી.
ગભરાઇ ગયેલા ડોકટર કંઇ સમજે તે પહેલાજ આ ટોળકીએ મામલાની પતાવટ માટે રૂ. 5 લાખની માંગણી કરી હતી. જેથી પોતાની પ્રતિષ્ઠાની ચિંતા કરતા ડો. ધીરેન શાહ દ્વારા પોતાના નડીયાદના જ પરિચિત ડોક્ટરની મદદ લઇ રુપીયા સવા લાખ મંગાવી ટોળીકને આપ્યા હતા. રૂપિયા મળતાની સાથે જ ટોળકીએ ડોકટરને ઘરે જવા દીધા હતા. પરંતુ આ પ્રકારના બનાવને પગલે આરોપીઓની લાલચનો અંત આવ્યો ન હતો. ત્યારબાદ ફરી એક વખત પ્રફુલ્લાએ ડોકટર ધીરેનને ફોન કરી જણાવ્યું હતુ કે, હેતલના ઘરવાળાને ખબર પડી ગઇ છે અને રૂપિયાની માંગણી કરે છે. જેથી રૂપિયાની માંગણીઓથી કંટાળેલા ડોકટરે પેટલાદ પોલીસનો સંપર્ક કરતા સમગ્ર મામલાનો પર્દાફાશ થયો હતો.
પોલીસે આ મામલે પ્રફુલ્લા, હેતલ ઉર્ફે અફરોજબાનુ એક મહિલા સહીત પોલીસની ઓળખ આપનાર બોરસદના પત્રકાર ધીરેન સોલંકી અને ગીરીશ ચૌહાણ સહીત 6 લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.