• અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના પ્રવેશદ્વારે મુકાશે વિકાસપુરુષની પ્રતિમા
  • કબ્રસ્તાનમાં 500 વિવિધ વૃક્ષોનું વાવેતર કરી AIA આપશે અંજલિ

#ANKLESHWAR - એશિયાની નંબર 1 ઔદ્યોગિક વસાહતના શિલ્પી અહેમદ પટેલની સ્મૃતિમાં મુખ્ય માર્ગનું નામકરણ સ્વ.અહેમદ પટેલ

WatchGujarat એશિયાની નંબર 1 અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના શિલ્પી સ્વ. અહેમદ પટેલના યોગદાનનું સ્મૃતિમાં અંકલેશ્વર ઔદ્યોગિક મંડળ મુખ્ય માર્ગને સ્વ. અહેમદ પટેલ નામકરણ આપી શ્રદ્ધાંજલિ અપાશે. સાથે જ મુખ્ય પ્રવેશ દ્વાર આગળ દિવંગત નેતા સ્વ. અહેમદ પટેલની પ્રતિમા મુકાશે. રાષ્ટ્રીય નેતાની દફનવિધિ કરવામાં આવેલા કબ્રસ્તાનમાં પણ વિવિધ 500 વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે.

#ANKLESHWAR - એશિયાની નંબર 1 ઔદ્યોગિક વસાહતના શિલ્પી અહેમદ પટેલની સ્મૃતિમાં મુખ્ય માર્ગનું નામકરણ સ્વ.અહેમદ પટેલ

ભરૂચ જીલ્લાનું એકપણ ક્ષેત્ર બાકી નહી હોય જેના વિકાસમાં શ્રી એહમદભાઈ પટેલનું મહત્વનું યોગદાન ના હોય અને તેમાં પણ સમગ્ર વિશ્વમાં કેમિકલ ક્ષેત્રે અગ્રેસર એવી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત પણ એહમદભાઈ પટેલના પ્રયાસો થી સ્થપાઈ છે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની તા. 27 નવેમ્બર 2020 ના રોજ ડિજિટલ માધ્યમ દ્વારા મેનેજીંગ કમીટીની મીટીંગ યોજાઈ હતી. જેમાં અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત ના પ્રણેતા, રાજ્યસભા ના સાંસદ સ્વ. એહમદભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ ઉપરાંત એહમદભાઈ પટેલની જે કબ્રસ્તાનમાં દફનવિધિ કરવામાં આવી તે કબ્રસ્તાનમાં 500 જેટલા વિવિધ વૃક્ષો નું વાવેતર કરવું, અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના મુખ્ય માર્ગને સ્વ એહમદભાઈ પટેલ માર્ગ તરીકે નું નામ કરણ કરવું તથા પ્રવેશદ્વાર ખાતે સ્વ એહમદભાઈ પટેલની પ્રતિમા સ્થાપિત કરવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવેલ છે.

સ્વ. એહમદભાઈ પટેલનો ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિકાસ માટે સિંહફાળો રહ્યો છે. ત્યારે તેમની જીવંત યાદો હંમેશા માટે રહે તે માટે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા આગામી પ્રયાસોનું આયોજન કરવામાં આવ્યું છે.

More #Ahmed Patel #Asia #Ankleshwar

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud