દરેક ટીમમાં એક આરોગ્ય કર્મી,એક શિક્ષક સહિત 1358 કર્મી જોડાયા
50 વર્ષથી ઉપરના અને 50 વર્ષથી નીચેના લોકોની નામ નોંધણી
WatchGujarat Bharuch જીલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વેકસીનને લઈ ડોર ટુ ડોર સર્વે હાથ ધરવામાં આવ્યું છે.અલગ અલગ ટિમોએ ઘરે ઘરે ફરી 50થી વધુ ઉમરની વ્યક્તિઓના નામ નોધણી સહિત કોઈ બીમારી છે કે કેમ તે અંગેની માહિતી એકત્રીત કરવામાં આવી રહી છે.
કોરોના મહામારી વચ્ચે રાહતની ખબરો સામે આવી છે. કોરોના વેક્સિન ટૂંક સમયમાં આવવાની શક્યતા વ્યક્ત કરાઇ છે. વેક્સિન આપવા માટે રાજ્યના આરોગ્ય વિભાગે આપેલી સૂચનાને પગલે વિવિધ જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા 50થી વધુ અને 50 વર્ષની નીચેની વ્યક્તિઓનો સર્વે હાથ ધર્યો છે. અને તેઓ અન્ય રોગ ધરાવતા હૉય તો તેઓનો ડેટાબેઝ તૈયાર કરવાની આદેશ કરાયા છે. ત્યારે ભરુચ જીલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વેકસીન મુદ્દે ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ડોર ટૂ ડોર સર્વે કરી 50થી વધુ અને 50 વર્ષની નીચેની વ્યક્તિઓની નોધણી સહિત કોઈ બીમારી છે કે કેમ તે અંગેની માહિતી એકત્રી કરવામાં આવી રહી છે. #Bharuch
આ સર્વે આજથી આવનારી તારીખ-13મી ડિસેમ્બર સુધી ચાલશે.અને બે અલગ અલગ ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે. તો આવી જ રીતે અંકલેશ્વર નગર પાલિકા વિસ્તારમાં શિક્ષકો દ્વારા ડોર ટુ ડોર સર્વે હાથ ધરવામાં આવ્યો હતો અને 50થી વધુ અને 50 વર્ષની નીચેની વ્યક્તિઓના નામ નોધણી સહિત કોઈ બીમારી છે કે કેમ તે અંગેની વિગતો મેળવવામાં આવી હતી. જોકે ભરૂચ જિલ્લામાં વેકસીન અંગેના ડોર ટુ ડોર સર્વેમાં 679 ટીમ જોડાઈ છે. અને એક ટીમમાં આરોગ્ય વિભાગનો એક કર્મચારી અને એક શિક્ષકનો સમાવેશ કરાયો છે. ભરૂચ જિલ્લામાં કુલ 1358 કર્મચારીઓ જોડાયા છે.
More #Corona Vaccine #Survey #Door to door #Bharuch News