ગાંધીનગર. કોરોના મહામારી વચ્ચે ગુજરાત વિધાનસભા પેટા ચુંટણીની તૈયારીમાં પડેલા પક્ષ માટે માઠા સમાચાર આવ્યા છે. હાલ રાજ્યમાં કોરોનાની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે 6 મહાનગર પાલિકા, 55 નગરપાલિકા અને 231 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીની મુદ્દત નવેમ્બરમાં પુરી થઈ રહી છે.

રાજ્યમાં વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે પરંતુ પંચાયતોની ચૂંટણીની કવાયત ખુબ જ મોટી બની રહે તેમ હોવાના કારણે ચૂંટણીપંચ પણ અવઢવમાં હતું. કેટલાક દિવસોથી કોર્પોરેશન તથા પંચાયતોની ચૂંટણી મોડી થવાની અટકળો ચાલી જ રહી હતી.

ચૂંટણીને લઇને થયો હતો વિરોધ

રાજ્યમાં 3 નવેમ્બરના રોજ વિધાનસભા પેટા ચુંટણી યોજાવાની હતી. આ ચુંટણીને લઇને રાજ્યમાં અનેક વિરોધ થઇ રહ્યા હતા. જેમાં રાજ્યમાં ચુંટણી કામગીરી સાથે જોડાયેલા 10 થી વધુ કર્મચારી મંડળોએ કોરોના મહામારીના કારણે ચુંટણી યોજવાને લઇને વિરોધ કર્યો હતો. તમને જણાવી દઇએ કે પાલિકા-પંચાયતની સામાન્ય ચુંટણીઓ પણ નવેમ્બર-ડિસેમ્બરમાં યોજાવાની હતી. જેની તૈયારીઓ પણ અત્યારથી શરૂ કરી દેવામાં આવી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !