ગુજરાતમાં રાહુલ ગાંધીની ટ્રેક્ટર રેલીનો રોડ મેપ તૈયાર થઇ રહ્યો છે
કોંગ્રેસે ટ્રેકટર રેલી માટે તૈયારીઓ શરૂ કરી
ગાંધીનગર. કૃષિ બિલના વિરોધમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પંજાબ અને હરિયાણા પછી હવે ગુજરાતમાં 50 કિમીની ટ્રેક્ટર રેલી કરશે. કોંગ્રેસે તેની માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઓક્ટોબરના અંત સુધીમાં તેઓ રાજ્યમાં આવે તેવી ચર્ચાઓ છે. રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસથી રાજ્યમાં આગામી સમયમાં યોજાવા જઈ રહેલી 8 બેઠકોની પેટાચૂંટણી પર અસર થઈ શકે છે.
રાહુલ ગાંધીની ટ્રેક્ટર રેલીનો રોડ મેપ તૈયાર થઇ રહ્યો છે
ગુજરાતમાં 8 બેઠકોની પેટા ચૂંટણી યોજાવાની છે તે પહેલા રાહુલ ગાંધીની ટ્રેક્ટર રેલીનો રોડ મેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે. રાહુલ ગાંધીની રેલીથી મતદારોની સાથે સાથે ખેડૂતોને પણ રિઝવવાનો પ્રયાસ કરવામાં આવશે. રાહુલ ગાંધીની ટ્રેક્ટર રેલી ગીર સોમનાથ અથવા ઉત્તર ગુજરાતમાં યોજાઇ શકે છે. રાહુલ ગાંધી ઓક્ટોબર મહિનામાં ગુજરાત આવી શકે છે.
રાહુલ ગાંધી ગુજરાતમાં આ મુદ્દાઓ પર ચર્ચાઓ કરી શકે છે
રાહુલ ગાંધી ઓક્ટોબર અંત સુધીમાં ગુજરાત આવી શકે છે અને ટ્રેક્ટર રેલી યોજશે. આ રેલીમાં પંજાબ અને હરિયાણા બાદ રાજયના પ્રવાસ દરમિયાન ખેડૂતને લગતાં મુદ્દાઓ, સ્કૂલ ફી, બેરોજગારી જેવા મુદ્દે ચૂંટણીનો પ્રચાર કરે તેવી ચર્ચાઓ કોંગ્રેસના કાર્યકરોમાં થઈ રહી છે. તેઓ ખેડૂતોને લગતાં નવા કાયદાનો રાજ્યમાં વિરોધ કરી શકે છે.
- ગુજરાતમાં રાહુલ ગાંધીની ટ્રેક્ટર રેલીનો રોડ મેપ તૈયાર થઇ રહ્યો છે
- કોંગ્રેસે ટ્રેકટર રેલી માટે તૈયારીઓ શરૂ કરી