ગાંધીનગર. ગુજરાતમાં 8 બેઠકોની યોજાનાર પેટા ચૂંટણી માટે ગુજરાત કોંગ્રેસે 5 બેઠક પર પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસે, અભડાસા, મોરબી, ધારી, ગઢડા અને કરજણ બેઠક પર પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી છે. મહત્વપૂર્ણ છે કે ગઇ કાલે ભાજપે પણ પેટા ચૂંટણી માટે 7 ઉમેદવારની જાહેરાત કરી હતી જેમાં કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા 5 ધારાસભ્યોને ટિકિટ આપવામાં આવી છે.

કોંગ્રેસે 5 બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા

ગુજરાતમાં યોજાનાર પેટા ચૂંટણી માટે કોંગ્રેસે 5 ઉમેદવારના નામની જાહેરાત કરી છે. જેમાં અબડાસા બેઠક પર ડૉ. શાંતીલાલ મેઘજીભાઇ સાંઘાણીને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે મોરબી બેઠક પર જયંતીલાલ પટેલ, ધારીમાં સુરેશ કોટડિયા, ગઢડામાં મોહનભાઇ સોલંકી, કરજણમાં કિરિટસિંહ જાડેજાને ટિકિટ આપવામાં આવી છે.

3 બેઠક પર ઉમેદવારના નામ જાહેર થવાના બાકી

કોંગ્રેસે ડાંગ, કપરાડા અને લીંબડી બેઠક પર પોતાના ઉમેદવારની જાહેરાત કરી નથી. આ ત્રણેય બેઠક પર નામ જાહેર થવાના બાકી છે.

Facebook Comments

Our Partners

Allianz Cloud
error: Share the News !