• રાજકોટની મુલાકાતે આવેલા મુખ્યમંત્રીએ વેકસીનને લઇ મોડું નિવેદન આપ્યું હતુ.
  • શુક્રવારે યોજાયેલી સર્વ પક્ષીય બેઠકમાં વડાપ્રધાને વેકસીન અંગેની ચર્ચાઓ કરી હતી – મુખ્યમંત્રી
(File Photo)

WatchGujarat.  રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા હતા. જ્યાં તેમણે મારવાડી યુનિવર્સિટીનાં ત્રીજા કોન્વોકેશનમાં હાજરી આપી હતી. અને આત્મનિર્ભર યોજના હેઠળ સૌથી વધુ લોન આપનાર રાજકોટ નાગરિક સહકારી બેંકને બિરદાવી હતી. આ તકે તેમણે વેકસીનને લઈને મોટું નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, વેકસીન વિતરણ જુદા-જુદા ચાર તબક્કાઓમાં કરાશે. તેમજ આ માટેની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.

મુખ્યમંત્રીનાં કહેવા મુજબ, શુક્રવારે યોજાયેલી સર્વ પક્ષીય બેઠકમાં વડાપ્રધાને વેકસીન અંગેની ચર્ચાઓ કરી હતી. અને સ્પષ્ટ છે કે તેઓ ઝડપથી વેકસીન લાવી રહ્યા છે. તેમના કહેવા મુજબ થોડા સપ્તાહમાં વેકસીન આવનાર હોઈ ગુજરાત સરકારે પણ તૈયારી કરી લીધી છે. વેકસીનનું વિતરણ 4 તબક્કાઓમાં કરવામાં આવનાર છે. જેમાં સૌપ્રથમ આરોગ્યકર્મીઓ ત્યારબાદ કોરોના વોરિયર્સ બાદમાં 50 વર્ષથી મોટી ઉંમરના લોકો તેમજ છેલ્લે 50 વર્ષથી નીચેના હોવા છતાં ગંભીર બિમારીઓ ધરાવતા લોકોને આ વેકસીન આપવા માટેની તૈયારીઓ કરી લેવામાં આવી છે..

આ માટે ડેટા કલેક્શન તેમજ પોર્ટલ ઉપર સર્વે કરવા સહિતની કામગીરી કરવામાં આવી છે. અને આ રીતે તંત્ર વેકસીન વિતરણ માટે સજ્જ બની તૈયાર રહેશે. અને ભારત સરકાર પાસેથી વેકસીન મળતાની સાથે તરત જ આયોજનબધ્ધ રીતે તેનું વિતરણ શરૂ કરી દેવામાં આવનાર છે. અને બધાને ઝડપથી વેકસીન મળી જાય તે માટેના તમામ પ્રયાસો સરકાર કરી રહી હોવાનું તેમણે કહ્યું હતું. સાથે જ વેકસીનનાં સ્ટોરેજ સહિતની વ્યવસ્થાઓ રાજ્ય સરકારે કરી લીધી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા આત્મનિર્ભર યોજના હેઠળ 38500 લોકોની રૂપિયા 523 કરોડની લોન મંજુર કરવામાં આવી છે. અને આ લોન મંજુર કરી રાજ્યમાં સૌથી વધુ લોન આપનાર પ્રથમ બેંક બની છે. જેને લઈને યોજાયેલા એક ખાસ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ હાજરી આપી હતી. અને બેંકની આ સિદ્ધિને બિરદાવી હતી. સાથે જ બાકીની સહકારી બેંકો પણ નાગરિક બેંકમાંથી પ્રેરણા લઈને આત્મનિર્ભર યોજના હેઠળ વધુમાં વધુ લોન મંજુર કરે તેવી અપીલ પણ તેમણે કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud