લગ્નમાં 100થી વધારે લોકોને મંજૂરી નહીં મળે
લગ્ન પહેલા પોલીસને ઓનલાઇન મેળવેલી મંજૂરીની સ્લીપ બતાવવી પડશે
WatchGujarat રાજ્યમાં કોરોનાના કેસોનો વધારો જોતા અને હાલ લગ્નની સિઝન હોવાથી રાજ્યના ગૃહ વિભાગ દ્વારા લગ્નની ઓનલાઇન મંજૂરીને લઇને નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત લગ્નમાં 100થી વધારે લોકોને મંજૂરી નહીં મળે. લગ્ન પહેલા પોલીસને ઓનલાઇન મેળવેલી મંજૂરીની સ્લીપ બતાવવી પડશે.
રાજ્યમાં એક તરફ કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. અને બીજી તરફ લગ્નની સીઝનના કારણે લગ્ન ઉત્સુકો કોરોનાની ગાઇડલાઇનને ભૂલી પૂર જોશમાં લગ્ન કરી રહ્યા છે . ત્યારે પુખ્ત વિચારણાના અંતે Covid-19ની પ્રવર્તમાન સ્થિતિને લક્ષમાં રાખી, રાજ્યમાં આગામી સમયમાં યોજાનારા લગ્નો માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યુ છે. આ મામલે નેશનલ ઈન્ફોર્મેટિક સેન્ટર (NIC) દ્વારા ઓનલાઇન રજીસ્ટ્રેશન ફોર ઓર્ગેનાઈઝીંગ મેરેજ ફંક્શનનું એક સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યુ છે. જેને Digital Gujarat Portal (www.digitalgujarat.gov.in) પર કાર્યરત કરવામાં આવ્યું છે.
આ અંતર્ગત અરજદારે લગ્ન સમારંભ યોજવા અંગે પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજી કર્યા બાદ અરજદાર રજીસ્ટ્રેશનની સ્લીપની પ્રિન્ટ લઇ શકે છે અને PDF પણ સેવ કરી શકે છે. જો કોઇ પોલીસ અધિકારી કે સ્થાનિક વહીવટીતંત્રના અધિકારી/ કર્મચારી અરજદાર પાસે રજીસ્ટ્રેશનની સ્લીપ ની માંગણી કરે તો તે અરજદારે રજૂ કરવાની રહેશે. આમ અરજદારે લગ્નની ઓનલાઇન મંજૂરી મેળવી રજીસ્ટ્રેશનની સ્લીપ પોતાની પાસે રાખવી અનિવાર્ય છે.
[caption id="attachment_33435" align="aligncenter" width="1280"] ઓનલાઇન અરજી કરવા ઇચ્છુક વ્યક્તિ આ ફોટો ઉપર ક્લિક કરે [/caption]
આ રીતે તમે ઓનલાઇન અરજી કરી શકશો
Digital Gujarat portal
।
Service
।
CITIZEN Service
।
Online REgistration For Organising Marrige Function
।
Apply Online

[caption id="attachment_33435" align="aligncenter" width="1280"]ઓનલાઇન અરજી કરવા ઇચ્છુક વ્યક્તિ આ ફોટો ઉપર ક્લિક કરે [/caption]