• ICMR ની નવી ટેસ્ટીંગ ગાઈડલાઈન અનુસાર રાજ્ય આરોગ્ય વિભાગની જાહેરાત
  • ગત સપ્તાહે વડાપ્રધાન મોદીએ પુણે, અમદાવાદ અને હૈદરાબાદની મુલાકાત લઇ કોરોના વેક્સીનની રસીનું નિરીક્ષણ કર્યું હતું
  • વડાપ્રધાન મોદીની મુલાકાત બાદ કોરોના વેકસીનની રસી ટૂંક સમયમાં મળી શકે તેવી વાતોએ વેગ પકડ્યો

#Gandhinagar - હવે કોરોના ટેસ્ટ કરાવવા માટે ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શનની જરૂર નહિ પડે

WatchGujarat  Gandhinagar – દેશમાં એકતરફ કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. અને બીજી તરફ આવનારા ટૂંક સમયમાં વેક્સીન મળી શકે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે રાજયના આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયા અનુસાર ICMR ની નવી ટેસ્ટીંગ ગાઈડલાઈન અનુસાર જે નાગરીકો સ્વેચ્છિક કોરોનાનો ટેસ્ટ કરાવવા માંગતા હોય તેઓએ હવે ડોકટરના ભલામણ કે પ્રિસ્ક્રીપ્શનની જરૂરીયાત રહેશે નહી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત અઠવાડિયામાં અમદાવાદ, પુણે અને હૈદરાબાદની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે કોરોનાની વેક્સીન બનાવતા સાયન્ટિસ્ટ સાથે ચર્ચા કરી હતી. ચર્ચા કર્યા બાદ વડાપ્રધાન મોદીએ સાયન્ટિસ્ટ દ્વારા કરવામાં આવેલ કામગીરીના વખાણ કર્યા હતા. કોરોનાની રસી ટૂંક સમયમાં જ ઉપલબ્ધ થઇ જશે તેવી ચર્ચાએ છેલ્લા બે ત્રણ દિવસથી વેગ પકડ્યો છે. ત્યારે ICMR દ્વારા એક નવી ટેસ્ટીંગ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. જેમાં ટેસ્ટિંગ અંગે ફેરફાર કરવામાં આવ્યા છે. #Gandhinagar

બહાર પાડવામાં આવેલ યાદીમાં કોવિડ -૧૯ રોગચાળા અન્વયે રાજ્યમાં સરકારી અને ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટીંગ માટે રાજ્ય સરકાર દ્વારા ટેસ્ટ કરવા માટેની મંજુરી આપવામાં આવી છે. આ નવી ગાઈડલાઈન અનુસાર જે લોકો હવે સ્વૈચ્છિક કોવિદ -19 નો ટેસ્ટ કરાવવા માંગતા હોય તો તેઓને ડોકટરના ભલામણ કે પ્રિસ્ક્રીપ્શનની જરૂરીયાત રહેશે નહી.

More #Corona Test #Doctor Prescription #ICMR #Gandhinagar News

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud