• ઓનલાઈન એજ્યુકેશન અને વર્ક ફ્રોમ હોમ સહિતને સાંજના પિક અવર્સમાં ભારે ફટકો
  • સોમવારે સાંજે 5-40 વાગ્યાની આસપાસ વિશ્વભરમાં અચનાક યૂ-ટ્યૂબ અને Gmail સહીત ગૂગલની તમામ એપ્લીકેશન એ કામ કરવાનું બંધ કરી દેતા ભારે દેકારો મચી ગયો છે.
  • ગૂગલના સર્વરમાં ધબડકો સર્જાતાની સાથે જ ટ્વિટર પર ગૂગલ ડાઉન ટ્રેંડ કરવા લાગ્યુ હતુ. ઘણા લોકોએ ગૂગલના એપ્સ ડાઉન હોવાની ફરીયાદ ટ્વીટ થકી કરી હતી.

#Google સર્વર આખા વિશ્વમાં ધડામ, 40 મિનિટ બાદ G-Mail, YouTube પુનઃ શરૂ

WatchGujarat ગૂગલના સર્વરમાં ધબડકો બોલતા વૈશ્વિક ક્રેકડાઉન બોલ્યું હતુ, આ ધબડકાના પગલે ગુગલની Gmail, YouTube સહિતની સેવાઓ બંધ થઈ જતા ભારતમાં ઓફિસમાં અને ઘરોમાં નોકરી કરી રહેલા યૂઝર્સને સમી સાંજે હૈયાહોળી થઈ છે.

ભારતમાં માત્ર યૂ-ટ્યૂબ અને Gmail નહી, પરંતુ ગૂગલ ડ્રાઈવ, ગૂગલ મીટ જેવા ઘણી જરૂરી એપ્સની સેવા બાધિત થઈ ગઈ હતી. લોકો સતત ગૂગલ ડાઉન હેશટેગની સાથે આ જાણ કારી શેર કરી રહ્યા હતા. આ કારણથી ગૂગલ ડાઉન અને યૂટ્યૂબ ડાઉન હેશટેગ ટ્વિટર પર સતત ટ્રેંડ કરી રહ્યા છે. #Google

Gmail અને YouTube ઠપ થવા સાથે અન્ય એપ્લિકેશનો પણ બંધ થઈ જતા ગુજરાતમાં સમી સાંજે ઓફીસ અવર્સ અને વર્ક ફ્રોમ હોમ ના કામકાજના સમયમાં લોકોને ભારે અગવડનો સામનો કરવો પડ્યો હતો. સાથે જ ઓનલાઈન ચાલતા એજ્યુકેશનને પણ ફટકો પડયો હતો. જોકે 40 મિનિટના ધબડકા બાદ ગૂગલની સેવાઓ પુનઃ શરૂ થતા લોકોના જીવમાં જીવ આવ્યો હતો. #Google

 

More #Google #Youtube #Global Outage #Service Down #WatchGujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud