• કેતનના સૌથી વધારે 100 જેટલા કોવિડ રિપોર્ટ કરવામાં આવ્યા
  • સુરત શહેરનો આજે કોરોનાનો રિકવરી રેટ 95 ટકા સુધી પહોંચી ગયો 
  • છેલ્લા 3 મહિનામાં કોરોનાના એક્ટિવ કેસમાં 2 હજારનો ઘટાડો નોંધાયો
  • રાહતની વાત છે કે શહેરમાં એક પછી એક કોરોના સેન્ટરો બંધ કરવામાં આવ્યા

સુરત. શહેર સહિત રાજ્ય અને દેશભરમાં કોરોનાની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો આવી રહ્યો છે. સુરત શહેરની વાત કરીએ તો એકસમયે આખા ગુજરાતમાં સૌથી વધુ કેસ સુરતમાંથી સામે આવતા હતા. તે શહેરમાં આજે કોરોનાનો રિકવરી રેટ 95 ટકા સુધી પહોંચી ગયો છે. સુરતમાં છેલ્લા 3 મહિનામાં કોરોનાના એક્ટિવ કેસમાં 2 હજારનો ઘટાડો નોંધાયો છે. રાહતની વાત છે કે એક પછી એક કોરોના સેન્ટરો બંધ કરવામાં પણ આવી રહ્યા છે. ત્યારે આજે કોરોનાથી સૌથી લાંબા સમયથી પીડાતા દર્દીને રજા મળતા પરિવારજનોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.

આજે સુરતમાં રહેતા 48 વર્ષીય કેતન કાનજી ઉમરીગર જે તારીખ 27 જુલાઈએ સુરત સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં એડમિટ હતા. તેમને આજે 97 દિવસ પછી રજા આપવામાં આવી છે. ત્યારે તેમના પરિવારની ખુશીના આંસુ છલકાઇ ઉઠ્યા હતા. સૌથી લાંબો સમય સુધી કોરોના ની સારવાર લેનારા કેતનભાઇ પહેલા દર્દી છે. 97 દિવસ એટલે કે લગભગ ત્રણ મહિના કરતાં પણ વધુનો સમય ક્રિટિકલ કન્ડિશનમાં તેમણે કોરોના હોસ્પિટલમાં કાઢ્યા છે. પરંતુ ડોક્ટરોની સતત ચોવીસ કલાકની મહેનત બાદ આજે કેતનભાઇ અને તેમના પરિવારનો ભેટો થયો છે.

કેતનના સૌથી વધારે 100 જેટલા કોવિડ રિપોર્ટ કરવામાં આવ્યા : પત્ની મીથીલા ઉમરીગર

આટલા દિવસ પછી મળતા સ્વજન સાથે ભેટો થતા પરિવારની આંખોમાં ખુશીના આંસુ છલકાઈ આવ્યા હતા તેમણે ડોક્ટરોનો આભાર માન્યો હતો. 97 દિવસમાં કેતનભાઇને ઘણી શારીરિક તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. કોરોનાની સાથે કેતનભાઇને બીપીની પણ બીમારી હતી. આટલા દિવસ ની સારવાર દરમિયાન તેમનું ઓક્સિજન લેવલ ઘટી ગયું હતું. એક મહિનો તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા બાકીના બે મહિના ફેફસામાં બૅક્ટેરિયલ ઇન્ફેક્શન થતાં ઓક્સિજન પર સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. કેતનભાઇ ઉમરીગરને બે વખત પ્લાઝ્મા પણ આપવામાં આવ્યું હતું. આટલા દિવસ હોસ્પિટલમાં રહેવાથી તેમના સૌથી વધારે 100 જેટલા રિપોર્ટ પણ ડોક્ટર દ્વારા કરવામાં આવ્યા હતા.

ખાનગી હોસ્પિટલોમાં જ ઉત્તમ સારવાર અને સેવા આપવામાં આવે છે તે વાત અહીં ખોટી સાબિત થાય છે : ડો.અશ્વિન વસાવા

જોકે ફક્ત અને ફક્ત તબીબોની મહેનત અને લગન ના કારણે જ આ દર્દીને આજે સાજા થવામાં મદદ મળી છે. 97 દિવસ સુધી સિવિલના કોરોના વોર્ડમાં સારવાર લેનાર કેતનભાઇ પણ આભાર માનતા થાકતા નથી. તેમના કહેવા પ્રમાણે માત્ર અને માત્ર ડોક્ટરોની મહેનતના કારણે આજે તેઓ પોતાના ઘરે પાછા ફરી રહ્યા છે. સરકારી હોસ્પિટલમાં સારવાર નથી મળતી અને ખાનગી હોસ્પિટલોમાં જ ઉત્તમ સારવાર અને સેવા આપવામાં આવે છે તે વાત પણ અહીં ખોટી સાબિત થતી દેખાઈ રહી છે. સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો દર્દીઓની સેવામાં એટલી જ મહેનત કરી રહ્યા છે.

97 દિવસ સુધી મને તાજા કરવામાં મદદ કરનાર ડોક્ટરો ભગવાનથી ઓછા નથી : કેતન ઉમરીગર (દર્દી)

શહેરમાં આજે કોરોનાના દર્દીઓની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો આવી રહ્યો છે. ત્યારે ડોક્ટરે ભગવાનનું જ રૂપ છે એ વાત અહીં થતી દેખાઈ રહી છે. 97 દિવસ સુધી મને તાજા કરવામાં મદદ કરનાર ડોક્ટરો ભગવાન થી ઓછા નથી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud