• આમ આદમી પાર્ટી દ્વારા સીપ્લેનન વિરોધ કરતા પોલીસ દોડતી થઇ
  • રાજ્યમાં છેલ્લા બે વર્ષ દરમિયાન 2700 જેટલી બળાત્કારની ઘટનાઓ સામે આવી
  • રાજ્ય સરકારનું આ વર્તન બળાત્કારીઓને આડકતરૂ સમર્થન સમાન હોવાનો લગાડ્યો આરોપ

રાજકોટ. ‘ગુજરાતની પ્રજાને “સી-પ્લેન”ની નહીં નારી સુરક્ષાવાળા “શી પ્લાન”ની જરૂર છે’ નાં નારા સાથે ‘આપ’ આગેવાનો અને કાર્યકરોએ હનુમાન મઢી ચોક નજીક શાંતિપૂર્ણ વિરોધ કર્યો હતો. જેમાં વિવિધ બેનરો સાથે આમ આદમી પાર્ટીનાં આગેવાનો અને કાર્યકરો સાંજે ધરણા કરવા બેસી ગયા હતા. જોકે કોઈ મંજૂરી વિના કરવામાં આવેલા ધરણાની જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી. અને ‘આપ’નાં આગેવાનો તેમજ કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે.

આમ આદમી પાર્ટી દ્વારા જણાવ્યા મુજબ રાજ્યમાં છેલ્લા બે વર્ષ દરમિયાન 2700 જેટલી બળાત્કારની ઘટનાઓ સામે આવી છે. તેમજ ઓક્ટોબર મહિનામાં પણ લગભગ દરરોજ બળાત્કારની ઘટનાઓ જોવા મળી છે. જેને લઈને ગાંધી અને સરદારનું ગુજરાત બળાત્કારનું કેન્દ્ર બની ગયું છે. બીજીતરફ ભાજપની સરકાર આ મુદ્દે તદ્દન ઢીલી નીતિ અપનાવી રહી છે.

રાજ્ય સરકારનું આ વર્તન બળાત્કારીઓને આડકતરૂ સમર્થન સમાન હોવાનો આરોપ આપ દ્વારા લગાવાયો છે. અને ગુજરાત સરકાર નારી સુરક્ષા માટે કડક પગલાં લેવામાં નિષ્ફળ નીવડી હોવાની સાથે જ વિપક્ષ કોંગ્રેસ દ્વારા પણ આ મુદ્દે જરૂરી વિરોધ કરવામાં આવતો નહીં હોવાનું પણ આપ દ્વારા જણાવાયું હતું. અને આ માટે જ ભાજપની સુતેલી સરકારને જગાડવા આપ દ્વારા રાજ્યવ્યાપી ધરણાનો કાર્યક્રમ યોજાયો હોવાનું આપ આગેવાનોએ જણાવ્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud