ATMમાં પૈસા ઉપાડવા ગયેલા વૃદ્ધથી પૈસા નહીં ઉપાડતા અજાણ્યાને પૈસા ઉપાડવા ATM કાર્ડ અને પાસવર્ડ આપ્યો
ગઠિયાએ વૃદ્ધની ઉદારતાનો લાભ ઉઠાવી બીજું ATM પકડાવી દીધું
ATMમાંથી ગયાબાદ ગઠિયાએ વૃદ્ધના એકાઉન્ટમાંથી 20,000 ઉપાડી લીધા
છેતરપિંડીનો શિકાર થેયલા વૃદ્ધે વડોદરા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી
વડોદરા. સેવાસી રોડ ઉપર આવેલ એસબીઆઇના ATMમાં પૈસા ઉપાડવા ગયેલા 56 વર્ષીય વૃદ્ધને છેતરી ગઠિયાએ ATM કાર્ડ મેળવી લીધું હતું. ATM કાર્ડ મેળવી લીધા બાદ ગઠિયાએ રૂ, 20,000 ઉપાડી લઇ છેતરપિંડી કરતા વૃદ્ધે વડોદરા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વડોદરા તાલુકના શેરખી મોટાભાગ કોલોનીમાં રહેતા બાબુભાઇ સોમાભાઈ પરમાર ખાનગી કંપનીમાં કામદાર છે. ગત તા. 26 ઓક્ટોબરના રોજ 4.30 વાગ્યે બાબુભાઇ નોકરી ઉપરથી ઘરે જતા હતા. ત્યારે બાબુભાઈને ઘરખર્ચ માટે પૈસાની જરૂરિયાત હોવાથી સેવાસી ચાર રસ્તા પાસે આવેલ એસબીઆઈ બેંકના ATMમાં તેઓ પૈસા ઉપાડવા ગયા હતા. ત્યારબાદ બે ATM મશીન પૈકી એક ATM મશીનમાંથી તેમણે પૈસા ઉપાડવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ કોઈ કારણસર પૈસા નીકળ્યા ન હતા. જેથી તેઓ કોઈની મદદ માટે ત્યાં ઉભા હતા. ત્યારે એક અજાણ્યો વ્યક્તિ આવ્યો હતો. જેથી તેને પોતાની મદદ કરવા બાબુભાઈએ જણાવ્યું હતું.
દરમિયાન તે વ્યક્તિએ બાબુભાઇ પાસે ATM અને પાસવર્ડ માંગ્યો હતો. બાબુભાઈએ ATM અને પાસવર્ડ આપતા તે વ્યક્તિએ પણ પૈસા ઉપાડવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ પૈસા નીકળ્યા ન હતા.જેથી તે વ્યક્તિએ બાબુભાઈને ATM પાછું આપી દીધું હતું. બાબુભાઇ તે ATM ખિસ્સમાં મૂકી ત્યાંથી ઘરે ફર્યા હતા. ઘરે પહોંચી મોબાઇલમાં જોતા રૂ,5000 બેંકમાંથી ઉપાડ્યા હોય તેવો મેસેજ તેમને આવ્યો હતો. જેથી તેમણે ખિસ્સામાં રહેલા ATMની તપાસ કરતા તે ATM ઉપર પુનમભાઈ માળીનું નામ લખ્યાનું જણાયું હતું.
પોતાની સાથે છેતરપિંડી થઇ છે, તેવો અહેસાસ બાબુભાઈને થતા તેમણે એસબીઆઈ બેંક હેલ્પલાઇન પર ફોન કરી પોતાનું અને પુનમભાઈનું ATM બ્લોક કરાવ્યું હતું. ત્યારબાદ બીજા દિવસે બેંકમાં જઇ તપાસ કરતા પોતાના એકાઉન્ટમાંથી રૂ,20000 ઉડી ગયા હોવાની જાણ થતા બાબુભાઈએ વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
- ATMમાં પૈસા ઉપાડવા ગયેલા વૃદ્ધથી પૈસા નહીં ઉપાડતા અજાણ્યાને પૈસા ઉપાડવા ATM કાર્ડ અને પાસવર્ડ આપ્યો
- ગઠિયાએ વૃદ્ધની ઉદારતાનો લાભ ઉઠાવી બીજું ATM પકડાવી દીધું
- ATMમાંથી ગયાબાદ ગઠિયાએ વૃદ્ધના એકાઉન્ટમાંથી 20,000 ઉપાડી લીધા
- છેતરપિંડીનો શિકાર થેયલા વૃદ્ધે વડોદરા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી