મહિલાઓની સુરક્ષા હવે તેમના મોબાઈલમાં
181 અભયમ મહિલા હેલ્પલાઇન એપ્લીકેશન લોન્ચ કરાઇ
WatchGujarat ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2015માં મહિલા દિવસે 181 અભયમ મહિલા હેલ્પલાઇન રાજ્યમાં શરુ કરીને મહિલા સુરક્ષાની દિશામાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ હેલ્પલાઇનનો હેતુ મહિલાઓની ઘરની બહાર થતી હેરાનગતિ ઘરેલું હિંસા, મહિલા પર હુમલો કે હુમલાનો ભય તથા અન્ય પ્રકારની મુસીબત માંથી રેસ્ક્યુ કરીને સલામત કરવાનો છે. ત્યારે આ સેવાને વધુ મહિલાઓ સુધી પહોંચાડીને સેવાને વધુ સુદ્રઢ બનાવવા માટે ‘181 અભયમ મહિલા હેલ્પલાઇન એપ’ લોન્ચ કરવામાં આવી છે. #Jamnagar
“સખી” વન સ્ટોપ સેન્ટર, જામનગર તેમજ 181 અભયમ મહિલા હેલ્પલાઈન દ્વારા શ્રી શ્રમજીવી મહિલા ઔધોગિક મંડળીના કર્મચારીઓને મહિલાઓની સુરક્ષા જળવાઈ રહે અને તેમને તત્કાલ મદદ મળી રહે તે હેતુથી 181 અભયમ મહિલા હેલ્પલાઇન મોબાઈલ એપનું લોન્ચિંગ કરાયું છે. રાજ્યના કોઈપણ ખૂણામાં રહેતી મહિલાઓને મુશ્કેલીના સમયમાં આ એપ્લીકેશન મદદરૂપ થશે. 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા એપ્લીકેશન ડાઉનલોડ કરાવી ડેમો આપેલ તેમજ આ એપ્લીકેશન મુશ્કેલીમાં મુકાયેલ મહિલાઓને કેવી રીતે મદદરૂપ થઇ શકે તેની વિસ્તૃત માહિતી આપેલ હતી.
જામનગર જીલ્લા મહિલા અને બાળ અધિકારી ચંદ્રેશ ભાંભીના માર્ગદર્શન હેઠળ આ 181 અભયમ મહિલા હેલ્પલાઇન એપ્લીકેશન મોબાઈલ એપ કાર્યક્રમનું આયોજન “સખી” વન સ્ટોપ સેન્ટરનાં કર્મચારી કેન્દ્ર સંચાલક હેતલબેન અમેથીયા તેમજ 181 અભયમ મહિલા હેલ્પલાઇનનાં કર્મચારી સરલાબેન એમ.ભોવા દ્વારા શ્રી શ્રમજીવી મહિલા ઔધોગિક મંડળીનાં 15 થી વધુ કર્મચારીઓને એપ્લીકેશનની વિસ્તૃત માહિતી આપી કરાયું હતું.
181 અભયમ મહિલા હેલ્પલાઇન એપ્લીકેશન કઈ રીતે મેળવી શકાશે
આ એપ ગુગલ પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાશે. એપમાં દર્શાવેલ પ્રાથમિક માહિતી ઉમેરવામાં આવશે. હિંસા, છેડતી, હેરાનગતિ જેવી મુસીબતની સ્થિતિમાં ત્વરિત સહાય અને સુરક્ષા મેળવવા મોબાઈલ એપ દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરવાથી રેસ્ક્યુવાન કે પોલીસની ટીમ મદદએ આવશે.
181 અભયમ મહિલા હેલ્પલાઇન એપ્લીકેશન કઈ રીતે કામ કરશે
મહિલા ઘટનાસ્થળ વિશે માહિતી ન આપી શકે તો પેનીક બટન દબાવતા જ ઘટનાસ્થળની માહિતી એપ દ્વારા હેલ્પલાઈન સેન્ટરને પહોંચી જશે. મોબાઈલ જોરથી હલાવવાથી ફોન કર્યા વગર મદદ મળી શકે છે. 181 અભયમ મહિલા હેલ્પલાઇન બટન દબાવવાની સાથે મુશ્કેલીની સ્થિતિમાં મહિલાના પાંચ જેટલા સગાસંબંધી,મિત્રોને મેસેજથી પણ જાણ થશે.
More News #Jamnagar #181 #WatchGujarat