• વડોદરા જિલ્લા કોંગ્રેસના અગ્રણી અને બરોડા ડેરીના પૂર્વ ડિરેકટર જગદીશ પટેલ ભાજપમાં જોડાયા
  • કરજણ પેટા ચૂંટણીમાં કોંગ્રેસના સંભવિત ઉમેદવાર તરીકે જગદીશ પટેલનુ નામ ચર્ચામાં હતુ.
  • જગદીશ શામલાલ પટેલ ભાજપમાં જોડાતા શિનોર વિસ્તારમાં ચૂંટણી મા ભાજપ ની મત બેન્ક મજબૂત બની શકે
Gujarat Karjan Vadodara BJP Master Stroke on Karjan Seat Congress Leader in BJP
(જગદીશ પટેલની અગાઉની તસ્વીર, રવિવારે જગદીશ પટેલે ભાજપનો ખેસ ધારણ કર્યો)

વડોદાર. રાજ્યામાં આગામી 3 નવેમ્બરના રોજ આંઠ બેઠકો પરની પેટા ચૂંટણી પર મતદાન થનાર છે. ત્યારે 8 પૈકીની કરજણ વિધાનસભા બેઠકના મુળ કોંગ્રેસી અક્ષય પટેલને જીતાડવા માટે ભાજપના દિગ્ગજ નેતાઓ મેદાને ઉતર્યા છે. કરજણ વિધાનસભાનુ શિનોર તાલુકા કોંગ્રેસનુ ગઢ માનવામાં આવી છે. ત્યારે મતદાનના બે દિવસ પૂર્વે જ ભાજપે માસ્ટર સ્ટ્રોક અપનાવી કોંગ્રેસના ગઢમાં ગાબડુ પાડી દીધું છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા જ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે હવે પણ એક કોંગ્રેસીને ભાજપમાં નહી લેવામાં આવે તેવી મંચ પરથી જાહેરાત કરી હતી. તેમ છતાં રાજકીય દાવપેચથી ભાજપમાં કોંગી અગ્રણીઓની એન્ટ્રી થઇ રહીં છે.

રવિવારના રોજ વડોદરા જિલ્લા કોંગ્રેસના અગ્રણી, બરોડા ડેરીના પૂર્વ ડિરેક્ટર, ગંધારા સુગરના પુર્વ ડિરેક્ટર, APMC શિનોરના પુર્વ ડિરેક્ટર અને કોંગ્રેસના પ્રદેશ ડેલીગેટ જગદીશ શામલાલભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. મંત્રી જયદ્રથસિંહ ‌પરમાર, ભરૂચના સાંસદ મનસુખ વસાવા, પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ, પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવ ભટ્ટ અને પુર્વ ધારાસભ્ય સતીષ પટેલની ઉપસ્થિતિમાં જગદીશ પટેલે ભાજપનો ખેસ ધારણ કરી વિધિવત ભાજપામાં જોડાયા હતા. અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અક્ષય પટેલને સમર્થન જાહેર કરી અક્ષય પટેલને જંગી મતોથી વિજેતા બનાવવા સર્વેને અપીલ પણ કરી હતી.

નોંધણીયા છે કે, ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સતીષ પટેલને ઘર ભેગા કરનાર અક્ષય પટેલને શિનોર તાલુકામાંથી ખૂબ બહોળા પ્રતિશાદ મળ્યો હતો. જેથી શિનોર અને તેની આસપાસના ગામોને કોંગ્રેસનુ ગઢ માનવામાં આવે છે. તેવામાં ભાજપે અંતિમ ઘડીએ માસ્ટર સ્ટ્રોક અપનાવી કોંગ્રસના ગઢમાં ગાબળુ પાડી દઇ પોતાની વોટ બેન્ક મજબૂત બનાવી શકે છે.

#BJP #Election #Karjan #By-elections #Leader #Vadodara #Gujarat #News #Latest

Check out (Karjan Vidhan Sabha constituency)
Click here to Read more on Vadodara
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud