• પી.એમ. મોદી કાલે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે.
  • વડાપ્રધાન મોદીના કેવડિયામાં રાત્રિ રોકાણને પગલે ગુપ્તચર એજન્સીઓ સતર્ક બની
કેવડિયા ખાતે પહોંચેલા પી.એમ મોદીની તસ્વીર

કેવડિયા. ગાંધીનગર સચિવાલય હેલીપેડથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા પહોંચી ગયા છે. આરોગ્ય વનના સામેના હેલિપેડ પર ઉતરાણ થયું છે. પ્રધાનમંત્રીના આગમન સાથે જ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિવિધ 17 પ્રકલ્પોનું લોકાર્પણની વિધી પણ શરૂ થઈ ગઈ છે.

પ્રધાનમંત્રી મોદીની મુલાકાતને લઇને કેવડિયા પોલીસ છાવણીમાં ફેરવાયુ ગયું છે. 6100 થી વધુ સુરક્ષા કાફલો ખડકી દેવાયો છે. પી.એમ. મોદી કાલે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે. મોદી ગાંધીનગરથી સીધા કેવડિયા પહોંચ્યા છે . જ્યાં તેઓ સ્ટેગ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે . આવતીકાલે 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે. વડાપ્રધાન મોદીના કેવડિયામાં રાત્રિ રોકાણને પગલે ગુપ્તચર એજન્સીઓ સતર્ક બની ગઇ છે. તેઓ માટે ટેન્ટ સિટીમાં બુલેટ પ્રુફ ટેન્ટ તૈયાર કરાયો છે. કેન્દ્રીય દળની NSG , CISF , NDRF , CRPF , Lorald uicl24 અને જમ્મુ કાશ્મીર પોલીસ આવતીકાલે કેવડિયા ખાતે એકતા પરેડ કરશે .

પીએમ મોદી આજે કેવડિયામા બપોરે 12.10 થી 12.50 દરમિયાન આરોગ્ય વન અને આરોગ્ય કુટિરનું લોકાર્પણ કરશે . બપોરે 12. 50 થી 1 વાગ્યા દરમિયાન એકતા મોલનું લોકાર્પણ કરશે. જે બાદ  1 કલાકે ચિલ્ડ્રન ન્યુટ્રિશિયન પાર્કને ખુલ્લો મૂકશે. બપોરે 3.30 થી સાંજે 5 વાગ્યા દરમિયાન જંગલ સફારીનું લોકાર્પણ કરશે. ત્યારબાદ 5:15 વાગ્યે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જેટી અને એકતા ક્રુઝનું લોકાર્પણ કરશે. ડાયનેમિક ડેમ લાઇટિંગનું લોકાર્પણ કરશે . 7:20 વાગ્યે વેબસાઇટ અને કેવડિયા મોબાઇલ એપનું લોચિંગ કરશે. સાંજે 7.25 થી 7.35 દરમિયાન યુનિટી ગ્લો ગાર્ડનની મુલાકાત લઇને તેનું લોકાર્પણ કરશે અને 7.45 થી 8 વાગ્યા દરમિયાન કેકટર્સ ગાર્ડનનું લોકાર્પણ કરશે .

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud