• કેવડીયામાં વડાપ્રધાને એકતા વન, ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક, એકતા મોલ અને જંગલ સફરીનું લોકાર્પણ કરી પ્રદર્શની નિહાળી
  • સરદાર પટેલને આ યોગ્ય શ્રદ્ધાંજલિ, કેવડિયા પ્રવાસન માટે વાઇબ્રન્ટ સ્થળ બની રહ્યું છે, જેનો અત્યન્ત આનંદ : PM ની ટ્વીટ

કેવડિયા. સરદાર પટેલને સ્ટેચ્યુ ઓફ યુનિટી યોગ્ય શ્રદ્ધાંજલિ છે અત્યંત આનંદ થઈ રહ્યો છે કે કેવડિયા પ્રવાસન માટે વાઇબ્રન્ટ સ્થળ બની રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિતિનું કેન્દ્ર એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને આગળ વધારશે તેમ એકતા વન, ન્યુટ્રીશન પાર્ક, એકતા મોલ અને જંગલ સફારીના લોકાર્પણ બાદ વડાપ્રધાને ટ્વીટ કરી પોતાની ભાવના, આનંદ તેમજ લાગણીઓ વ્યક્ત કરી હતી.

કેવડિયા પર્યટન માટે વાઇબ્રેન્ટ સ્થળ તરીકે ઉભરેલુ જોઈને આનંદ થઇ રહ્યો છે. મારી આજની મુલાકાત દરમિયાન, પ્રકૃતિને લગતી પ્રદર્શનો ધરાવતા આરોગ્ય વનનું ઉદઘાટન કર્યું તેવી માહિતી વડાપ્રધાને લોકાર્પણના ફોટા તેમના ઓફિશયલ ટ્વીટર એકાઉન્ટ પર શેર કરી આપી હતી.

વધુમાં આરોગ્ય વનમાં પરંપરાગત સ્વરૂપોનો ઉપચાર પણ કરવામાં આવશે. જ્યાં યોગ અને આયુર્વેદ થકી ઉપચાર થશે. ઔષધીય વનનું ઉદ્ઘાટન કરી વડાપ્રધાને પોતાની આગવી અદામાં ફોટા પણ પડાવ્યા હતા.

કેવડિયામાં એકતા મોલનું ઉદ્ઘાટન પણ નરેન્દ્ર મોદીએ આ સાથે કર્યું હતું. જેની માહિતી આપતા ટ્વીટર પણ જણાવ્યું હતું કે, જ્યાં ભારતની સમૃદ્ધ કાપડ અને હસ્તકલા વિવિધતા પ્રદર્શનમાં છે.  સરદાર પટેલને આ યોગ્ય શ્રદ્ધાંજલિ છે કે કેવડિયા, જે ‘સ્ટેચ્યુ યુનિટી’ ધરાવે છે, તેનું કેન્દ્ર પણ છે જે ‘એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને આગળ વધારશે.’

કેવડિયા પર્યટન માટે વાઇબ્રેન્ટ સ્થળ તરીકે ઉભરેલુ જોઈને આનંદ થઇ રહ્યો છે. મારી આજની મુલાકાત દરમિયાન, પ્રકૃતિને લગતા પ્રદર્શનો ધરાવતા આરોગ્ય વેનનું ઉદઘાટન કર્યું. આરોગ્ય વેનમાં પરંપરાગત સ્વરૂપોનો ઉપચાર પણ કરવામાં આવ્યો છે, તે યોગ અને આયુર્વેદ છે.

ચિલ્ડ્રન પાર્કનું લોકાર્પણ કરતા ટ્વીટ કર્યું હતું કે, આજે કેવડિયામાં ઉદ્ઘાટન કરાયેલ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કની કેટલીક ઝલક વહેંચી રહ્યા છે.  આ પાર્ક પોષણ અને આરોગ્ય સંભાળ પ્રત્યે જાગરૂકતા ફેલાવવા માટે કારગત રહેશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud